Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot : જૂના મોરબી રોડ પર માથાભારે તત્વોનો આતંક

Rajkot : રંગીલા રાજકોટ (Rajkot) શહેરમાં હવે અસામાજિક તત્વોનો (Anti-social elements) આતંક વધી રહ્યો હોય તેમ જણાય છે. શહેરના જૂના મોરબી રોડ પર આવેલ આશાપુરા પાર્ક-2 (Ashapura Park-2) વિસ્તારમાં એક સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર બાઈક ધીમું ચલાવવાની સલાહ આપવી એક મહિલા માટે મુસીબત બની ગઈ હતી.
Advertisement
  • રાજકોટ (Rajkot) ના જૂના મોરબી રોડ પર પથ્થરમારાની ઘટના
  • બાઈક ધીમું ચલાવવાનું કહેતા ટોળાનો પથ્થરમારો
  • જીવ બચાવવા મહિલા પોલીસ કર્મચારીના ધરમાં ઘૂસી
  • ટોળાએ પોલીસ કર્મચારીના ધરમાં કર્યો પથ્થરમારો
  • આશાપુરા પાર્ક 2માં પોલીસકર્મીના મકાનમાં પથ્થરમારો
  • યુવક 15થી વધુ લોકોના ટોળાને લઈ આવી હુમલો કર્યો

Rajkot : રંગીલા રાજકોટ (Rajkot) શહેરમાં હવે અસામાજિક તત્વોનો (Anti-social elements) આતંક વધી રહ્યો હોય તેમ જણાય છે. શહેરના જૂના મોરબી રોડ પર આવેલ આશાપુરા પાર્ક-2 (Ashapura Park-2) વિસ્તારમાં એક સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર બાઈક ધીમું ચલાવવાની સલાહ આપવી એક મહિલા માટે મુસીબત બની ગઈ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં એક યુવક ફૂલ ઝડપે (High speed) બાઈક ચલાવી રહ્યો હતો. આ સમયે ત્યાં હાજર મહિલાઓએ તેને બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલાઓને જાહેરમાં ગાળો (Abuses) આપી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, થોડી જ વારમાં તે 15થી વધુ લોકોના ટોળાને (Mob) સાથે લઈને પરત આવ્યો હતો અને હુમલો (Attack) કર્યો હતો.ટોળાના હુમલાથી ગભરાયેલી મહિલા પોતાનો જીવ બચાવવા (To save life) માટે નજીકમાં રહેતા પરેશ નામના પોલીસ કર્મચારીના ઘરમાં ઘૂસી ગઈ હતી. હિંસક બનેલા ટોળાએ માન મર્યાદા નેવે મૂકીને પોલીસકર્મીના રહેણાંક મકાન (Residential house) પર પણ ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ (Atmosphere of fear) વ્યાપી ગયો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×