Rajkot : ગુજસીટોકના આરોપીઓનો આતંક! પોલીસે 3 ને ઝડપીને કાઢ્યું સરઘસ
રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓ ફરી એકવાર આતંક મચાવી રહ્યા છે, જ્યાં જેલમાંથી છૂટ્યા બાદ 3 આરોપીઓએ પોલીસ પર હુમલો કરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ સોડાની બોટલોથી પોલીસને ઘા કરી અને રસ્તા પર દોડાવ્યા હતા, જે ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી.
Advertisement
- રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓના આતંકનો મામલો
- ઝડપાયેલા 3 આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ
- જેલમાંથી છૂટયા બાદ આરોપીઓએ પોલીસ પર કર્યો હતો હુમલો
- સોડાની બોટલોના ઘા કરી પોલીસને રસ્તા પર દોડાવી હતી
- ગઈકાલે મોડી રાત્રે બની હતી હુમલાની ઘટના
- માજીદ ભાણુંની ટોળકીનો આતંક આવ્યો સામે, મુખ્ય આરોપી ફરાર
Rajkot : રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓ ફરી એકવાર આતંક મચાવી રહ્યા છે, જ્યાં જેલમાંથી છૂટ્યા બાદ 3 આરોપીઓએ પોલીસ પર હુમલો કરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ સોડાની બોટલોથી પોલીસને ઘા કરી અને રસ્તા પર દોડાવ્યા હતા, જે ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. સુરક્ષા વ્યવસ્થાનું ઉલ્લંઘન થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 આરોપીઓની ધરપકડ કરી, જે બાદ તેમનું શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઘટનામાં માજીદ ભાણુંની ટોળકીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. આ ઘટનાથી શહેરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે.
Advertisement


