Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજનાથ સિંહે કહ્યું ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિના અધુરો છે જમ્મુ-કાશ્મીરનો વિકાસ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીઓકેને લઈને પાકિસ્તાનને અલ્ટીમેટમ આપ્યું છે.તેમણે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર ઘણા અત્યાચાર કરી રહ્યું છે અને તેને તેના પરિણામો ભોગવવા પડશે. તેમણે સીધું કહ્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચ્યા પછી જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો વિકાસ સુનિશ્ચિત થશે.શોર્ય દિવસ પર હતો કાર્યક્રમ શૌર્ય દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોà
રાજનાથ સિંહે કહ્યું ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિના અધુરો છે જમ્મુ કાશ્મીરનો વિકાસ
Advertisement
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીઓકેને લઈને પાકિસ્તાનને અલ્ટીમેટમ આપ્યું છે.તેમણે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર ઘણા અત્યાચાર કરી રહ્યું છે અને તેને તેના પરિણામો ભોગવવા પડશે. તેમણે સીધું કહ્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચ્યા પછી જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો વિકાસ સુનિશ્ચિત થશે.
શોર્ય દિવસ પર હતો કાર્યક્રમ 
શૌર્ય દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની વિકાસ યાત્રા શરૂ કરી છે. જ્યારે આપણે ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચીશું ત્યારે જ લક્ષ્ય સિદ્ધ થશે. તમને જણાવી દઈએ કે 1947માં આ દિવસે ભારતીય વાયુસેનાએ શ્રીનગરમાં લેન્ડિંગ કર્યું હતું. આ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પાકિસ્તાન આતંકવાદનું આશ્રય સ્થાન 
રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન સામાન્ય લોકો પર જે અત્યાચાર કરી રહ્યું છે, તેના પરિણામો પણ તેની સામે આવશે. તેમણે કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી.પાકિસ્તાન આતંકવાદનું આશ્રયસ્થાન છે અને તે ભારત વિરુદ્ધ આતંકવાદીઓનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે થતા ભેદભાવનો અંત આવ્યો છે.
ભારત અને પાકિસ્તાનના વિભાજન અંગે વાત કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે વિભાજનની વાર્તા 1947માં લખાઈ હતી. તેના રક્તની શાહી સુકાય તે પહેલાજ પાકિસ્તાને વિશ્વાસઘાત કર્યો. પાકિસ્તાને જે ચરિત્ર બતાવ્યું તે અકલ્પનીય હતું.  
Tags :
Advertisement

.

×