Amreli : રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ, પરીચિત ઈસમે જ યુવકને ફસાવી દીધો
અમરેલી (Amreli) જિલ્લાના રાજુલામાં (Rajula) હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકને તેના જ પરિચિત ઈસમે યુવતીની જાળમાં ફસાવી દીધો હતો. આ ટોળકીએ યુવકને વિશ્વાસમાં લઈ યુવતી સાથેનો તેનો બિભત્સ વીડિયો (Obscene Video) ઉતારી લીધો હતો.
Advertisement
- રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ (Amreli )
- પરીચિત ઈસમે જ યુવકને ફસાવી દીધો
- યુવતી સાથેનો બિભત્સ વીડિયો ઉતાર્યો
- માર મારીને રૂપિયા-મોબાઈલ પડાવ્યા
- વીડિયો વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી
- ટોળકીએ 5 લાખ રૂપિયાની ખંડણી માગી
- રાજુલા પોલીસે મહિલા સહિત 3ને ઝડપ્યા
- હનીટ્રેપ ગેંગના બે ફરાર ઈસમની તપાસ તેજ
અમરેલી (Amreli) જિલ્લાના રાજુલામાં (Rajula) હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકને તેના જ પરિચિત ઈસમે યુવતીની જાળમાં ફસાવી દીધો હતો. આ ટોળકીએ યુવકને વિશ્વાસમાં લઈ યુવતી સાથેનો તેનો બિભત્સ વીડિયો (Obscene Video) ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ (Viral) કરવાની ધમકી આપી યુવકને બેફામ માર મારવામાં આવ્યો હતો અને તેની પાસેથી રોકડ રકમ તથા મોબાઈલ પડાવી લેવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા, આ ટોળકીએ યુવક પાસે 5 લાખ રૂપિયાની માતબર ખંડણીની (Extortion) માંગણી કરી હતી. આ મામલે રાજુલા પોલીસે (Rajula Police) તાત્કાલિક કાર્યવાહી કરીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ગેંગના અન્ય બે ફરાર શખ્સોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે...જુઓ આ ખાસ અહેવાલનો વીડિયો
Advertisement


