RajyaSabha Election 2023 : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
આગામી 24મી જુલાઈએ રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ગુજરાતમાં ત્રણ સીટો પરથી ચૂંટણી યોજાવાની છે. વિદેશમંત્રી એસ. જયશંકરને ભાજપે ફરી ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા છે તો બીજા બે નામોને લઈને ભારે અટકળો ચાલી રહી હતી પરંતુ દર વખતની...
Advertisement
આગામી 24મી જુલાઈએ રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ગુજરાતમાં ત્રણ સીટો પરથી ચૂંટણી યોજાવાની છે. વિદેશમંત્રી એસ. જયશંકરને ભાજપે ફરી ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા છે તો બીજા બે નામોને લઈને ભારે અટકળો ચાલી રહી હતી પરંતુ દર વખતની માફક આ વખતે પણ ભાજપે રાજ્યસભાના બે ઉમેદવારોના નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. ભાજપે રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારમાંથી કેસરીસિંહ ઝાલા અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈને ટિકીટ આપી છે.
Advertisement
Advertisement


