Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ મોટી અભિનેત્રીએ 'વેલેન્ટાઈન ડે'ના આગલા દિવસે પતિ સાથે લીધા છૂટાછેડા

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતે પતિ રિતેશ સિંહ સાથે છૂટાછેડા લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. રાખી સાવંતના લગ્ન બિગ બોસમાં હાઈલાઈટનું કેન્દ્ર બન્યાં હતા પરંતુ તે વખતે રાખીએ પતિની ઘણી ઓછી માહિતી જાહેર કરી હતી પરંતું બિગ બોસ-15માં રાખીએ તેના પતિ રિતેશ સિંહનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. પતિ સાથે અલગ થવાની જાહેરાત કરતા રાખીએ ઈન્સ્ટા પર લખ્યું કે 'તે પતિથી અલગ થઈ રહી છે'. જાન્યુઆરીમાં બ
આ મોટી અભિનેત્રીએ  વેલેન્ટાઈન ડે ના આગલા દિવસે પતિ સાથે લીધા છૂટાછેડા
Advertisement
બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતે પતિ રિતેશ સિંહ સાથે છૂટાછેડા લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. રાખી સાવંતના લગ્ન બિગ બોસમાં હાઈલાઈટનું કેન્દ્ર બન્યાં હતા પરંતુ તે વખતે રાખીએ પતિની ઘણી ઓછી માહિતી જાહેર કરી હતી પરંતું બિગ બોસ-15માં રાખીએ તેના પતિ રિતેશ સિંહનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. 
પતિ સાથે અલગ થવાની જાહેરાત કરતા રાખીએ ઈન્સ્ટા પર લખ્યું કે 'તે પતિથી અલગ થઈ રહી છે'. જાન્યુઆરીમાં બિગ બોસમાં બન્ને સાથે સાથે દેખાયા હતા. આ શો બાદ બન્નેએ જાહેર કર્યું હતું કે તેમણે બન્નેએ કાનૂની રીતે લગ્ન કરી લીધા છે. રાખીએ લખ્યું કે 'પ્રિય ચાહકો અને શુભેચ્છકો, તમને જાણ કરવા માગું છું કે રિતેશ અને મેં અલગ પડવાનો નિર્ણય કર્યો છે'. બિગ બોસ શો પછી ઘણું બધું બદલાયું છે અને હું કેટલીક ચોક્કસ બાબતોથી અજાણ હતી જે મારા કંટ્રોલ બહાર હતી. અમે મતભેદો અને વિવાદનો ઉકેલ લાવવાનો ઉકેલ પ્રયાસ કર્યો હતો પરંતુ મને લાગે છે કે અમારુ છૂટા પડવું યોગ્ય છે અને તેથી અમે છૂટા પડવાનો નિર્ણય કર્યો છે. 
વેલેન્ટાઈનના એક દિવસ પહેલા કરી જાહેરાત 

રાખીએ લખ્યું કે 'મને ખરેખર દુખ છે વેલેન્ટાઈન દિવસના એક દિવસ પહેલા મારે આવી દુ:ખદ જાહેરાત કરવી પડી છે' પરંતુ આખરે તો નિર્ણય કરવો જ પડી શકે તેમ હતો. હું રીતેશને તેની નવી જિંદગીની શુભેચ્છા પાઠવું છું. મારે મારા કામ અને જીવન પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે અને મારી જાતને હેપી અને હેલ્થી રાખવાની જરુર છે.
Tags :
Advertisement

.

×