રામ નવમી નિમિતે અનેક સ્થળોએ શોભાયાત્રા, રામ મંદિરોને શણગારવામાં આવ્યા
અયોધ્યામાં રામ નવમી નિમિત્તે યોજાનારી ભવ્ય ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા રામનગરીને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે મિશ્ર વસ્તીવાળા યુપીના 42 શહેરોમાં રામ નવમીને લઈને એલર્ટ જાહેર આજે દેશભરમાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી...
Advertisement
- અયોધ્યામાં રામ નવમી નિમિત્તે યોજાનારી ભવ્ય ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા
- રામનગરીને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે
- મિશ્ર વસ્તીવાળા યુપીના 42 શહેરોમાં રામ નવમીને લઈને એલર્ટ જાહેર
આજે દેશભરમાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ રામ ભક્તો અયોધ્યા, કાશી, દિલ્હી, નાગપુર, કોલકાતા સહિત દેશના વિવિધ શહેરોમાં મંદિરોમાં પૂજા માટે પહોંચી રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ નવમી નિમિત્તે યોજાનારી ભવ્ય ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રામનગરીને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ અને રામ મંદિરના મુખ્ય દરવાજાને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કોલકાતામાં 50 થી વધુ રામ નવમી શોભાયાત્રા કાઢવામાં આવે તેવી શક્યતા છે, જેમાં પાંચ મોટી શોભાયાત્રાનો સમાવેશ થાય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. મિશ્ર વસ્તીવાળા યુપીના 42 શહેરોમાં રામ નવમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Advertisement