Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રામનગરી અયોધ્યામાં 25 નવેમ્બરે ભવ્ય ધ્વજારોહણ: PM મોદી ફરકાવશે અમદાવાદમાં બનેલી વિશાળ ધજા

Ahmedabad : પવિત્ર રામનગરી અયોધ્યામાં આગામી 25 નવેમ્બરના રોજ એક ઐતિહાસિક ક્ષણનું નિર્માણ થશે, જ્યારે નિર્માણાધીન રામ મંદિર પર ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવશે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ધજા ફરકાવવામાં આવશે, જેની વિશેષતા એ છે કે તે અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે.
Advertisement
  • રામનગરી અયોધ્યામાં ફરીથી રચાશે ઈતિહાસ
  • 25 નવેમ્બરે રામ મંદિર પર ભવ્ય ધ્વજારોહણ
  • અમદાવાદમાં બનેલી ધજા ફરકાવશે PM મોદી
  • વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજાને અપાશે સલામી
  • 161 ફૂટ ઊંચા શિખર પર 42 ફૂટ ઊંચો ધ્વજસ્તંભ
  • 22 ફૂટ લાંબી અને 11 ફૂટ પહોળી ધજા ફરકાવાશે

Ahmedabad : પવિત્ર રામનગરી અયોધ્યામાં આગામી 25 નવેમ્બરના રોજ એક ઐતિહાસિક ક્ષણનું નિર્માણ થશે, જ્યારે નિર્માણાધીન રામ મંદિર પર ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવશે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ધજા ફરકાવવામાં આવશે, જેની વિશેષતા એ છે કે તે અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજાને અપાશે સલામી

ધ્વજારોહણ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજાને પૂર્ણ સન્માન અને સલામી આપવામાં આવશે. મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર 42 ફૂટ ઊંચો ધ્વજસ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ભવ્ય સ્તંભ પર 22 ફૂટ લાંબી અને 11 ફૂટ પહોળી વિશાળ ધજા લહેરાવવામાં આવશે, જે અયોધ્યાના આકાશમાં રામ મંદિરની ગરિમાનું પ્રતીક બનશે. આ ધ્વજારોહણ કાર્યક્રમ રામ મંદિર નિર્માણની પ્રગતિમાં એક સીમાચિહ્નરૂપ ઘટના સાબિત થશે.

Advertisement

આ પણ વાંચો :   AIના જમાનામાં સનાતન જ્ઞાનની સાચવણી : ગૌતમ અદાણીએ ઈન્ડોલોજી માટે ₹100 કરોડનું મેગા ફંડ જાહેર કર્યું

Advertisement

Tags :
Advertisement

.

×