Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : લગ્નેતર સંબંધોથી હસતો-રમતો પરિવાર વિખેરાયો

રાણીપના દશરથ દેસાઈ આપઘાત કેસમાં પત્નીના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસના કારણે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. આત્મહત્યા પહેલા દશરથભાઈએ બે પેજની સુસાઈડ નોટ અને ૭ મિનિટના વીડિયોમાં પત્ની બાળકોની હાજરીમાં જ અન્ય પુરુષો સાથે સહવાસ કરતી હોવાના અને લાખો રૂપિયા પડાવ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. લાંબા સમયથી ફરાર પત્ની ભગવતી દેસાઈની હવે ધરપકડ કરવામાં આવી છે અને અન્યની સંડોવણી બાબતે પોલીસ તપાસ તેજ બની છે.
Advertisement

અમદાવાદના રાણીપમાં પત્નીના લગ્નેતર સંબંધોએ એક હસતા-રમતા પરિવારનો કરુણ અંત આણી દીધો છે. દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પત્ની ભગવતીના અનૈતિક સંબંધોથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતા પહેલા દશરથભાઈએ બે પેજની સુસાઈડ નોટ અને 7 મિનિટનો હૃદયદ્રાવક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે પત્ની પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. સુસાઈડ નોટ મુજબ, ભગવતી પોતાના બાળકોની હાજરીમાં જ અન્ય પુરુષો સાથે સહવાસ કરતી હતી અને અગાઉ અનેકવાર સમાધાન કરવા છતાં તેમાં કોઈ સુધારો આવ્યો નહોતો. એટલું જ નહીં, પત્નીએ 25 લાખ રૂપિયા અને સંબંધીઓના દાગીના પણ પડાવી લીધા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "દીકરા-દીકરી માફ કરજો પપ્પા નહીં જીવી શકે" તેવા શબ્દો સાથે દશરથભાઈએ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ લાંબા સમયથી ફરાર ભગવતી દેસાઈની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેના ફોનને FSLમાં તપાસ માટે મોકલી અન્ય કોઈની મદદગારી અંગે તપાસ તેજ કરી છે. જુઓ અહેવાલનો વીડિયો

Advertisement
Tags :
Advertisement

.

×