RBI Issues New FD Rules: RBI ના નવા નિયમો: સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એફડી કરાવતા ગ્રાહકો માટે મોટા ફેરફારો
RBI Issues New FD Rules: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવતા ગ્રાહકો માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેના અંતર્ગત બેંકોએ એફડી પર મળતા વ્યાજદરોની સંપૂર્ણ માહિતી અગાઉથી પોતાની વેબસાઇટ પર જાહેર કરવી પડશે જેથી ગ્રાહકો વિવિધ બેંકો વચ્ચે સરળતાથી સરખામણી કરી શકે.
Advertisement
RBI Issues New FD Rules: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવતા ગ્રાહકો માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેના અંતર્ગત બેંકોએ એફડી પર મળતા વ્યાજદરોની સંપૂર્ણ માહિતી અગાઉથી પોતાની વેબસાઇટ પર જાહેર કરવી પડશે જેથી ગ્રાહકો વિવિધ બેંકો વચ્ચે સરળતાથી સરખામણી કરી શકે. આ નવા નિયમો મુજબ 3 કરોડ કે તેથી વધુની બલ્ક એફડી માટે બેંકોએ દરરોજ સવારે 10 થી 10:10 વાગ્યાની વચ્ચે નવા વ્યાજદર વેબસાઇટ પર અપડેટ કરવા પડશે, અને એક જ તારીખ તથા સમાન રકમની એફડી માટે બેંકની દરેક બ્રાન્ચમાં એકસરખું વ્યાજદર મળશે જેથી ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થાય. RBIના આ પારદર્શક અને ગ્રાહક મૈત્રીપૂર્ણ નિયમોથી રોકાણકારો એફડી કરાવતા પહેલા વધુ સારો અને સ્પષ્ટ નિર્ણય લઈ શકશે.

