Paytmને RBIનો નિર્દેશ, તાત્કાલિક આ કામ કરો બંધ
દેશની અગ્રણી ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર Paytmના ખરાબ દિવસો પુરા થવાનું નામ નથી લઇ રહ્યા. હજું તો શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી શેર તૂટવાનું બંધ નથી થયું, તેવામાં તેને બીજો ઝટકો લાગ્યો છે. Paytmને આ ઝટકો ભારતીય રિઝર્વ બેંકે આપ્યો છે. આરબીઆઇએ Paytmને તેની એક સર્વિસ સાથે નવા ગ્રાહકો જોડવાની તાત્કાલિક ના પાડી છે. જેની પાછળનું કારણ પણ આરબીઆઇ દ્વારા આપવામાં આવ્યું છે.આઇટી ઓડિટ કર
04:42 PM Mar 11, 2022 IST
|
Vipul Pandya
દેશની અગ્રણી ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર Paytmના ખરાબ દિવસો પુરા થવાનું નામ નથી લઇ રહ્યા. હજું તો શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી શેર તૂટવાનું બંધ નથી થયું, તેવામાં તેને બીજો ઝટકો લાગ્યો છે. Paytmને આ ઝટકો ભારતીય રિઝર્વ બેંકે આપ્યો છે. આરબીઆઇએ Paytmને તેની એક સર્વિસ સાથે નવા ગ્રાહકો જોડવાની તાત્કાલિક ના પાડી છે. જેની પાછળનું કારણ પણ આરબીઆઇ દ્વારા આપવામાં આવ્યું છે.
આઇટી ઓડિટ કરાવવાનો આદેશ
આરબીઆઇ દ્વારા પેટીએમ પેમેન્ટ બેંકના આઈટી ઓડિટનો આદેશ આપવામાં આવ્યો છે. આઈટી ઓડિટનો અર્થ એ છે કે કંપનીનું આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સોફ્ટવેર આટલા બધા ગ્રાહકો સામે સક્ષમ છે કે કેમ? તેમાં શું ખામીઓ છે અને ખામીઓનું કારણ શું છે? આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેટીએમ પેમેન્ટ બેંકે હવે નવા ગ્રાહકો ઉમેરવા માટે પહેલા આરબીઆઈની પરવાનગી લેવી પડશે. IT ઓડિટ રિપોર્ટ્સ મળ્યા બાદ આરબીઆઇ તેની સમીક્ષા કરશે. બેંકને સમીક્ષા બાદ જ નવા ગ્રાહકો ઉમેરવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય આરબીાઇ દ્વારા નિર્દેશ આપવાામાં આવ્યો છે કે આઇટી ઓડિટ કરાવવા માટે આઇટી ઓડિટ ફર્મની નિયુક્તિ કરે.
પેટીએમના શેરમાં કડાકો
પેટીએમના શેરમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. જો કે આજનો ઘટાડો ઘણો ઓછો છે. આજે Paytmના શેરમાં માત્ર એક રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ Paytmના શેર 774.80 રૂપિયા પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે Paytmના શેરમાં 42 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
Next Article