સમયસર ઊંઘ ન આવવા પાછળના કારણો
શું આપ જાણો છો કે સમયસર ઊંઘ ન આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે?
શું આપ જાણો છો કે સમયસર ઊંઘ ન આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે?
આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને મોર્ડન કલ્ચરમાં ઘણાં લોકોમાં હેલ્થી ફૂડનો અભાવ જોવા મળે છે. જે ઘણી ખરી બીમારીઓ નોંતરે છે. બીમારીઓથી દૂર રહેવા તેમજ સારાં અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે બેલેન્સ્ડ ડાયટ અને એક્સરસાઈઝની સાથે પૂરતી ઊંઘ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ઘણા લોકોને થતા ઉજાગરાના કારણે તેમના સ્વાસ્થય પર ઘણો ખરાબ પ્રભાવ પડે છે. જેના કારણે તેમના લીવર પર પણ ખરાબ અસરો થતી હોય છે. પરંતુ શું આપ જાણો છો કે સમયસર ઉંઘ ન આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? ઘણાં લોકો એવી તો કેવી કેવી ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમને ઊંઘ નથી આવતી? આવો વિસ્તારથી જાણીએ આ ભૂલો વિશે…
અપૂરતી ઊંઘ: દરેક વ્યક્તિએ દરરોજ એટલે કે એક દિવસમાં 7થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે તણાવ અને કામનો ભાર ઘણી સમસ્યાઓ પેદા કરે છે.
ખાનપાન: આ સિવાય ખાનપાનની ખોટી આદતો પણ અનિદ્રાનો સમસ્યા વધારે છે.
ચા-કોફી: વર્કલોડના કારણે રિલેક્સ રહેવા માટે ચા-કોફીનું સેવન થાક તો દૂર કરે છે. પણ તેમાં રહેલું કેફીન રાત્રે અનિદ્રાની તકલીફ વધારે છે.
મસાલેદાર ખોરાક: રાત્રે વધુ તીખો-તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાથી તે શરીરનું ટેમ્પ્રેચર વધારી દે છે. જેના કારણે રાત્રે સૂતી વખતે બેચેની અને એસીડિટીની તકલીફ પણ વધી જાય છે જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે.
બીમારી: પૂરતી ઊંઘ ન લેવાથી શરીરના હોર્મોન્સ ઈમ્બેલેન્સ થતા ઘણી બીમારીઓ થઈ શકે છે. જેમાં ડાયાબિટીસ, બીપી, સ્થૂળતા અને હાર્ટની બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે.
ગૅજેટ: રાત્રે મોડી રાત સુધી સર્ફિંગ કે સ્માર્ટ ફોનના વધુ પડતા વપરાશથી પણ અનિદ્રાનો સમસ્યાનું મુખ્ય કારણ બને છે.


