ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એપ્રિલ માસમાં 17.5 લાખ ACનું વિક્રમી વેચાણ, હીટવેવની અસર

કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટાભાગના વિસ્તારોમાં એર કંડિશનરની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વ્હાઇટ ગુડ્સના વેચાણ પર નજર રાખતી સંસ્થા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ એસોસિએશન (CEMA) કહે છે કે માત્ર એપ્રિલ મહિનામાં જ લગભગ 17.5 લાખ એસી (એર કંડિશનર)નું વેચાણ થયું છે. જ્યારે વર્ષ 2022માં કુલ આંકડો 90 લાખને પાર કરી શકે છે. આ વર્ષે ઉનાળો સમય પહેલા જ ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે  તે આ વિક્à
10:32 AM May 04, 2022 IST | Vipul Pandya
કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટાભાગના વિસ્તારોમાં એર કંડિશનરની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વ્હાઇટ ગુડ્સના વેચાણ પર નજર રાખતી સંસ્થા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ એસોસિએશન (CEMA) કહે છે કે માત્ર એપ્રિલ મહિનામાં જ લગભગ 17.5 લાખ એસી (એર કંડિશનર)નું વેચાણ થયું છે. જ્યારે વર્ષ 2022માં કુલ આંકડો 90 લાખને પાર કરી શકે છે. આ વર્ષે ઉનાળો સમય પહેલા જ ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે  તે આ વિક્à
કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટાભાગના વિસ્તારોમાં એર કંડિશનરની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વ્હાઇટ ગુડ્સના વેચાણ પર નજર રાખતી સંસ્થા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ એસોસિએશન (CEMA) કહે છે કે માત્ર એપ્રિલ મહિનામાં જ લગભગ 17.5 લાખ એસી (એર કંડિશનર)નું વેચાણ થયું છે. જ્યારે વર્ષ 2022માં કુલ આંકડો 90 લાખને પાર કરી શકે છે. આ વર્ષે ઉનાળો સમય પહેલા જ ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે  તે આ વિક્રમી માગનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. 
એપ્રિલમાં 17.5 લાખ ACનું વેચાણ અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ છે. જો કે, સંગઠને ચિંતા વ્યક્ત કરી છે કે એર કંડિશનર સંબંધિત કેટલાક ઉત્પાદનોની અછતને કારણે, ઉત્પાદકો આગામી કેટલાક મહિનામાં માગ પૂરી કરી શકશે નહીં. દેશમાં દિલ્હી-NCRના વિસ્તારોમાં પણ પારો 46 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. યુપીના બાંદા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે.
CEMAના પ્રમુખ એરિક બ્રાગેન્ઝાએ જણાવ્યું હતું કે ખાસ કરીને ઓછા પાવર વપરાશવાળા 5 સ્ટાર એસી સાથે સમસ્યા છે, કારણ કે તેમની માગ ઘણી વધારે છે અને કંટ્રોલર, કોમ્પ્રેસર જેવા સાધનોના પુરવઠામાં અછત છે. એપ્રિલ 2022માં 17.5 લાખ યુનિટ ACનું વેચાણ ફક્ત ઘરોમાં સ્થાપિત એર-કન્ડિશન્ડ ઉપકરણો માટે છે. ગયા વર્ષની સરખામણીમાં આ બમણું છે.  એપ્રિલ 2019ની સરખામણીમાં લગભગ 30-35 ટકા વધારે છે. કોરોના સમયગાળાની તુલનામાં આ એક જબરદસ્ત ઉછાળો છે. બ્રાગેન્ઝાએ જણાવ્યું હતું કે બજારો સંપૂર્ણ ખુલી જવા અને તીવ્ર ગરમીના કારણે આ તેજી જોવા મળી રહી છે. મે-જૂનમાં ACનું વેચાણ પણ નવા રેકોર્ડ બનાવી શકે છે.
Voltas, Panasonic, Hitachi, LG અને Haier (Voltas, Panasonic, Hitachi, LG અને Haier) જેવી કંપનીઓએ છેલ્લા મહિનામાં AC વેચાણમાં રેકોર્ડ વૃદ્ધિ નોંધાવી છે. આ વર્ષે એપ્રિલમાં ACનું વેચાણ એપ્રિલ, 2019ના પૂર્વ મહામારીના સ્તરને વટાવી ગયું છે. વોલ્ટાસના સીઈઓ પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે, “એપ્રિલ, 2022માં AC ઉદ્યોગમાં અગાઉના વર્ષના મહિનાની સરખામણીમાં વેચાણની દ્રષ્ટિએ અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે.
આ વખતે આકરી ગરમી અને ગત વર્ષની નીચી બેઝ ઈફેક્ટના કારણે વેચાણમાં ઘટાડો થવાથી વેચાણમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. પેનાસોનિક ઇન્ડિયાના બિઝનેસ હેડ ગૌરવ સાહે જણાવ્યું હતું કે કંપનીએ એપ્રિલ દરમિયાન એક લાખથી વધુ ACનું વેચાણ કર્યું છે, જે એપ્રિલ 2021 કરતાં 83 ટકા અને એપ્રિલ 2019 કરતાં 67 ટકા વધુ છે. હિટાચી બ્રાન્ડ કંપની જોહ્નસન કંટ્રોલ્સ-હિટાચી એર કંડિશનિંગ ઇન્ડિયાનું વેચાણ એપ્રિલ 2021ની સરખામણીએ એપ્રિલમાં લગભગ બમણું થઈ ગયું છે.
Tags :
ACAirConditionerairconditionersalesCEMAREPORTGujaratFirstheatwaveRecordsales
Next Article