Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

જામનગરના ખેડૂતોની કાયાકલ્પ! 7 હજારથી વધુ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી

Jamnagar Natural Farming : જામનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. હાલ જિલ્લામાં 7237 ખેડૂતો બાગાયત સહિતના પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવીને વર્ષે દહાડે લાખો રૂપિયાની ઉપજ મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી ઉપજના રાસાયણિક ખેતીમાં મેળવેલી ઉપજ કરતા વધુ રૂપિયા મળી રહી છે.
Advertisement
  • જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
  • જિલ્લામાં 7,237 ખેડૂતે બાગાયત સહિતના પાકોની ખેતી અપનાવી
  • રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીની ઉપજમાં વધારો
  • હળદર, ગુલાબ તેમજ શાકભાજી, ખારેક, આંબા, મગફળીની ખેતી
  • પરેશભાઈ ઉપજનું જાતે જ પ્રોસેસ કરી ગ્રાહક સુધી પહોંચાડે છે

Jamnagar Natural Farming : જામનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. હાલ જિલ્લામાં 7237 ખેડૂતો બાગાયત સહિતના પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવીને વર્ષે દહાડે લાખો રૂપિયાની ઉપજ મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી ઉપજના રાસાયણિક ખેતીમાં મેળવેલી ઉપજ કરતા વધુ રૂપિયા મળી રહી છે.

રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીની ઉપજમાં વધારો

આ ખેડૂતો ગાયના દેશી ખાતર, જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર જેવી પદ્ધતિઓથી ખેતી કરી રહ્યા છે. પરિણામે ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પાકની ગુણવત્તા તથા ઉપજમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હાલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હળદર, ગુલાબ તેમજ શાકભાજી, ખારેક, આંબા, મગફળી તેમજ કઠોળની ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી ઉપજ રાસાયણિક ખેતી કરતાં વધુ અને લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ રહી છે. સાથે સાથે જમીનની તંદુરસ્તી જળવાઈ રહે છે અને પાણીની બચત પણ થાય છે. સરકાર દ્વારા આપવામાં આવતી તાલીમ અને માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે, જેના કારણે જામનગર જિલ્લામાં ખેતીનું ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. જોડિયા તાલુકાના ખેડૂત પરેશભાઈ છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. પોતાની તથા અન્ય ભાઈની મળીને 20 વિઘા જમીન પર પરેશભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીનું જિલ્લા સ્તરનું કેન્દ્ર ચલાવતા પરેશભાઈ પોતાની ઉપજ જાતે જ પ્રોસેસ કરી ગ્રાહક સુધી પહોંચાડી મબલખ આવક મેળવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો :  ભાવનગરના ખેડૂતની પ્રાકૃતિક ખેતીમાં સફળતા

Advertisement

Tags :
Advertisement

.

×