Delhiના CM તરીકે Rekha Guptaનું નામ જાહેર, CM તરીકે રેખા ગુપ્તાના નામ પર મહોર
Delhi CM Rekha Gupta: રેખા ગુપ્તા દિલ્હીના નવા (Rekha Gupta)મુખ્યપ્રધાન બન્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાનાર સમારોહમાં તેઓ દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે 6 મંત્રીઓ પણ...
09:28 PM Feb 19, 2025 IST
|
Hiren Dave
Delhi CM Rekha Gupta: રેખા ગુપ્તા દિલ્હીના નવા (Rekha Gupta)મુખ્યપ્રધાન બન્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાનાર સમારોહમાં તેઓ દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે. તેણી દિલ્હીના શાલીમાર બાગ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમનો જન્મ 19 જુલાઈ 1974ના રોજ હરિયાણાના જુલાનામાં થયો હતો. રેખા ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ મેનેજમેન્ટ અને આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે.
Next Article