રિલાયન્સ જૂથના અનંત અંબાણી મોડી રાત્રે વડત્રા પહોંચ્યા, જુઓ Video
Anant Ambani Video : રિલાયન્સ જૂથના અનંત અંબાણી પોતાના 30મા જન્મદિવસ નિમિત્તે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે અને તેઓ મોડી રાત્રે વડત્રા પહોંચ્યા હતા, જ્યાં વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળામાં તેમનું ભવ્ય સ્વાગત થયું.
02:30 PM Apr 01, 2025 IST
|
Hardik Shah
Anant Ambani Video : રિલાયન્સ જૂથના અનંત અંબાણી પોતાના 30મા જન્મદિવસ નિમિત્તે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે અને તેઓ મોડી રાત્રે વડત્રા પહોંચ્યા હતા, જ્યાં વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળામાં તેમનું ભવ્ય સ્વાગત થયું. આ પાઠશાળામાં ઋષિકુમારોએ સંસ્કૃત મંત્રોના ગુંજન સાથે તેમને આવકાર્યા, જે આ યાત્રાને વધુ ખાસ બનાવે છે.
અનંત અંબાણીએ યુવાનોને સંદેશ આપતા કહ્યું કે, ભગવાનમાં શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ, કારણ કે દૈવી આશીર્વાદથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. જણાવી દઇએ કે, તેઓ 8 એપ્રિલે દ્વારકા પહોંચશે અને પોતાનો જન્મદિવસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે ઉજવશે. આ પદયાત્રા માત્ર તેમની આધ્યાત્મિક નિષ્ઠાનું પ્રતીક નથી, પરંતુ યુવા પેઢીને પણ પ્રેરણા આપે છે કે શ્રદ્ધા અને સમર્પણથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
Next Article