Jamnagar: ગેરકાયદે દરગાહમાં નીકળ્યું વૈભવી ફાર્મહાઉસ, લેખિત વાતો મોટી પણ અંદરની હકીકત જુદી !
જામનગરમાં સરકારી જમીન પર ઉભું કરાયેલું ધાર્મિક દબાણ દૂર કર્યું હતું.
12:01 AM Jun 17, 2025 IST
|
Vishal Khamar
જામનગરમાં સરકારી જમીન પર ઉભું કરાયેલું ધાર્મિક દબાણ દૂર કર્યું હતું. સરકારી જગ્યા પર વૈભવી ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રંગમતી નદીના વહેણ પર ત્રણ દાયકા પૂર્વ બનાવાયું હતું ધાર્મિક બાંધકામ પોણ ત્રણ કરોડની સરકારી જગ્યા ઉપર ધાર્મિક દબાણ કરાયું હતું. 11 હજાર સ્કવેર ફૂટમાં ગેરકાયદે દબાણ ઉભુ કરી દેવામાં આવ્યું હતું. ધાર્મિક દબાણનું નિરીક્ષણ કરતા ખુદ એસપી પણ ચોકી ઉઠ્યા હતા. ધાર્મિક દબાણમાં અંદર સ્વિમિંગ પુલ, બાથ ટબ અને અનેક ખુફિયા રસ્તા, 11 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં ઉભું કરાયેલું ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું. પોણા ત્રણ કરોડ રૂપિયાની સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું.
Next Article