Republic Day 2026: Gandhinagar Kamalam ખાતે Jagdish Vishwakarma ની ઉપસ્થિતિમાં ભવ્ય ધ્વજવંદન સમારોહ
આજે રાજ્યભરમાં 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
આજે રાજ્યભરમાં 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. આઝાદ ભારતનું સ્વપ્ન જોનારા વીર સપૂતોને વંદન છે. 2047 ના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. દેશ આજે અનેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.... જુઓ અહેવાલ...
Advertisement


