ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

13 વર્ષથી રહેતા રહીશોને અચાનક મળી સોસાયટીની હરાજીની નોટિસ, બિલ્ડરની ઓફિસનો કર્યો ઘેરાવ

સુરતના શેખપુર ખાતે આવેલા હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.. સોસાયટીના મકાન માલિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો.2009માં આ સોસાયટી બની હતીસુરતમાં અવારનવાર છેતરપીંડીની ઘટના સામે આવે છે..મકાન લીધા બાદ બેન્ક કર્મીઓ અને બિલ્ડરની મિલિભગત થકી અનેક એવી ઘટનાઓ બને છે કે જેમાં બિલ્ડર દ્વારા પ્રોજેકટ લà«
11:34 AM Feb 16, 2023 IST | Vipul Pandya
સુરતના શેખપુર ખાતે આવેલા હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.. સોસાયટીના મકાન માલિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો.2009માં આ સોસાયટી બની હતીસુરતમાં અવારનવાર છેતરપીંડીની ઘટના સામે આવે છે..મકાન લીધા બાદ બેન્ક કર્મીઓ અને બિલ્ડરની મિલિભગત થકી અનેક એવી ઘટનાઓ બને છે કે જેમાં બિલ્ડર દ્વારા પ્રોજેકટ લà«
સુરતના શેખપુર ખાતે આવેલા હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.. સોસાયટીના મકાન માલિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો.

2009માં આ સોસાયટી બની હતી
સુરતમાં અવારનવાર છેતરપીંડીની ઘટના સામે આવે છે..મકાન લીધા બાદ બેન્ક કર્મીઓ અને બિલ્ડરની મિલિભગત થકી અનેક એવી ઘટનાઓ બને છે કે જેમાં બિલ્ડર દ્વારા પ્રોજેકટ લોન લીધી હોય છે..ત્યારબાદ તેમાં મકાન બનાવી વહેંચી દેવામાં આવે છે જોકે બેન્ક દ્વારા પણ માહિતી મેળવ્યા વગર મકાન પર  લોન પણ આપી દેવામાં આવે છે..તેવી જ એક ઘટના સુરત ના શેખપુર ખાતે આવેલી હરિદર્શન સોસાયટી માં બની છે..2009માં આ સોસાયટી બની હતી..ત્યાર બાદ સોસાયટી માં રહેલા 1450 જેટલા રો હાઉસ બન્યા હતા..આ રો હાઉસ બન્યા બાદ તમામ રો હાઉસ વહેંચી દેવાયા હતા..સોસાયટી બન્યા ને 13 વર્ષ થયાં છે..જોકે 13 વર્ષ બાદ સોસાયટીને અચાનક જ મકાનો ખાલી કરવાની નોટિસ મળે છે.

13 વર્ષ પહેલા આ જગ્યા પર પ્રોજેક્ટ લોન લેવામાં આવી હતી 
તપાસ કરાતા 52 કરોડ 26 લાખ 30 હજારની આ જગ્યા પર પ્રોજેકટ લોન લેવામાં આવી હતી..આ વાત ની જાણ થતા જ સોસાયટીના લોકોએ સોસાયટી બાંધનાર આર સી એન્ડ કંપનીના બિલ્ડરને સોસાયટીમાં બોલાવ્યા હતા..અને NOCની માંગ કરી હતી..જોકે બે દિવસ પહેલા અખબાર પત્ર મારફતે સ્થાનિકોને માલુમ પડે છે કે તેઓ જે સોસાયટીમાં માં રહે છે તે હરિ દર્શન સોસાયટી ની આગામી 4 તારીખે હરાજી કરવામાં આવશે..આ વાત સાંભળતાજ તમામ લોકો સુરતના સરથાણા ખાતે આવેલી આર સી એન્ડ કંપની ની ઓફિસ ખાતે પહોંચ્યા હતા..અને ન્યાય આપવાની માંગ સાથે બિલ્ડરની ઓફિસ નો ઘેરાવો કર્યો હતો
હરાજીની નોટિસ મળતા સ્થાનિકોની ઉંઘ હરામ થઇ 
મહત્વનું છે કે સોસાયટી બન્યા ને 13 વર્ષ બાદ સ્થાનિકોને માલુમ પડે છે કે તેઓ જે સોસાયટી માં રહે છે..તે સોસાયટીની હરાજી થનાર છે..આ વાત સાંભળીને સ્થાનિક રહોશોની ઊંઘ હરામ થઈ ગઈ હતી..સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે જે તે સમયે બિલ્ડરને બોલાવ્યા તે સમયે તેમણે 45 દિવસનો સમય માંગ્યો હતો..જોકે આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી..હવે 4 તારીખે સોસાયટીની હરાજી થવાની ખબર સામે આવી છે..ત્યારબાદ રહીશો નું શુ થશે તે જવાબ સોસાયટીના રહીશો બિલ્ડર પાસે માંગી રહ્યા છે..બિલ્ડર દ્વારા હજુ 45 દિવસનો સમય માંગવામાં આવ્યો છે. જોકે આગમી 4 તારીખના રોજ હરાજી થઈ જશે..જેથી સ્થાનિકો માટે જાયે તો જાયે કહાંનો ઘાટ સર્જાયો છે. 
આ પણ વાંચોઃ  સુરત પોલીસનો સંવેદનશીલ ચહેરો, ઝોન-1 ડીસીપી ભક્તિ ઠાકર માનવ મંદિર મંદ બુદ્ધિ આશ્રમ પહોંચી થયા ભાવુક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
13yearsbuilder'sofficecancellationGujaratFirstlivingnoticeresidentssocietysuddenly
Next Article