ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટીમમાં વાપસી થતા આ ખેલાડી બની ગયો કેપ્ટન, શિખર ધવનને હટાવી દેવાયો

ઝિમ્બાબ્વે વિરુદ્ધ આગામી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમમાં મોટો ફેરફાર કરી દીધો છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટીમની જાહેરાત કરવા સમયે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, કારણ કે રોહિત શર્માની સાથે-સાથે ટીમના ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમે કેએલ રાહુલની ફિટનેસ ટેસ્ટ કરી અને તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ આગામી ત્રણ મેચોની વનડે àª
04:04 PM Aug 11, 2022 IST | Vipul Pandya
ઝિમ્બાબ્વે વિરુદ્ધ આગામી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમમાં મોટો ફેરફાર કરી દીધો છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટીમની જાહેરાત કરવા સમયે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, કારણ કે રોહિત શર્માની સાથે-સાથે ટીમના ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમે કેએલ રાહુલની ફિટનેસ ટેસ્ટ કરી અને તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ આગામી ત્રણ મેચોની વનડે àª

ઝિમ્બાબ્વે વિરુદ્ધ આગામી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમમાં મોટો ફેરફાર કરી દીધો છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટીમની જાહેરાત કરવા સમયે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, કારણ કે રોહિત શર્માની સાથે-સાથે ટીમના ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમે કેએલ રાહુલની ફિટનેસ ટેસ્ટ કરી અને તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ આગામી ત્રણ મેચોની વનડે સિરીઝમાં રમવાની મંજૂરી આપી દીધી છે. અખિલ ભારતીય પસંદગી સમિતિએ તેને ટીમને કેપ્ટન બનાવી દીધો છે, જ્યારે શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

આ સિરીઝમાં મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, જાડેજા, રિષભ પંત જેવા નામ સામેલ નથી. તો હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે. ધવને હાલમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝમાં ટીમની કમાન સંભાળી હતી. જેમાં ભારતીય ટીમે 3-0થી જીત મેળવી હતી. 

ઝિમ્બાબ્વે સામે વનડે સિરીઝનો કાર્યક્રમ
18 ઓગસ્ટ, પ્રથમ વનડે
20 ઓગસ્ટ, બીજી વનડે
22 ઓગસ્ટ, ત્રીજી વનડે

ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.

Tags :
captainGujaratFirstplayerbecameReturningtheteam
Next Article