Bhavnagar ના જેસરના વિજાનાનેસ ગામમાં કાચા રસ્તા પર ચાલવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, જુઓ Video
Bhavnagar: ભાવનગરના જેસરના વિજાનાનેસ ગામમાં છેલ્લા 20 વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામનો રસ્તો કાચો હોવાથી ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા છે.
Advertisement
Bhavnagar: ભાવનગરના જેસરના વિજાનાનેસ ગામમાં છેલ્લા 20 વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામનો રસ્તો કાચો હોવાથી ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા છે, જેના કારણે તેમના અભ્યાસ પર પણ વિપરીત અસર પડી રહી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તો બનાવવાની માંગનો કોઈ ઉકેલ આવ્યો નથી, પરિણામે આ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ વર્ષોથી કાદવ-કીચડવાળા રસ્તેથી પસાર થવા માટે મજબૂર છે. જુઓ વીડિયો...

