Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબમાં ભવ્ય જીત બાદ કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો, આપ નેતાએ કહ્યું – Love You Punjab !

પંજાબમાં તાજેતરની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી રવિવારે લોકોનો આભાર માનવા માટે રોડ શો કરી રહી છે. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અને AAP ચીફ અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા. અરવિંદ કેજરીવાલે અમૃતસરના રોડ શોમાં કહ્યું કે, તમે લોકોએ ચમત્કાર કરી દીધો છે. પંજાબને લવ યુ. આખી દુનિયા માની શકતી નથી કે પંજાબમાં આટલી મોટી ક્રાંતિ આવી છે અને બધા હારી ગàª
પંજાબમાં ભવ્ય જીત બાદ
કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો  આપ નેતાએ કહ્યું  ndash  love you punjab
Advertisement

પંજાબમાં તાજેતરની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી
રવિવારે લોકોનો આભાર માનવા માટે રોડ શો કરી રહી છે. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત
માન અને દિલ્હીના મુખ્યમંત્રી અને
AAP ચીફ અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા. અરવિંદ કેજરીવાલે અમૃતસરના રોડ
શોમાં કહ્યું કે
, તમે લોકોએ ચમત્કાર કરી દીધો છે. પંજાબને લવ યુ. આખી દુનિયા માની શકતી
નથી કે પંજાબમાં આટલી મોટી ક્રાંતિ આવી છે અને બધા હારી ગયા છે. આ બહુ મોટી
ક્રાંતિ છે અને આખી દુનિયામાં માત્ર પંજાબના લોકો જ આ કરી શક્યા અને આટલી શક્તિ
બીજા કોઈમાં ન હતી. હું ખુશ છું કે ઘણા વર્ષો પછી પંજાબને ઈમાનદાર મુખ્યમંત્રી
મળ્યા છે. આ સાથે જ તેમણે લોકોને સંતુષ્ટિ આપી કે ખજાનાનો એક-એક પૈસો પંજાબની જનતા
પર ખર્ચવામાં આવશે.
અમે
ચૂંટણી પહેલા કરેલા તમામ વચનો પૂરા કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જો અમારા
ધારાસભ્યો અહીં-ત્યાં ફરશે તો તેમને બક્ષવામાં આવશે નહીં.


Advertisement

પંજાબના નિયુક્ત સીએમ ભગવંત માને પણ
કહ્યું કે અમે
122 લોકોની સુરક્ષા ઓછી કરી છે અને તેના
કારણે
403 પોલીસ કર્મચારીઓ અને 27 પોલીસ વાહનો પોલીસ સ્ટેશનમાં પાછા
ફર્યા છે. કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીરો નહીં હોય
, પરંતુ શહીદ ભગત સિંહ અને બાબાસાહેબ
આંબેડકરની તસવીરો હશે. પંજાબને ફરી રંગીન પંજાબ બનાવવાની લડાઈમાં
3 કરોડ પંજાબીઓના અમૂલ્ય સમર્થન બદલ ખૂબ
ખૂબ આભાર
તમને જણાવી દઈએ કે દુર્ગિયાના મંદિરમાં
માથું ટેકવ્યા બાદ
AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને પંજાબના
નામાંકિત મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની સુખ-શાંતિ માટે મા દુર્ગાજીને પ્રાર્થના
કરી હતી.
AAP આદમી પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર
હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને કહ્યું
, 'જીતની સાચી મજા ત્યારે જ આવે છે જ્યારે વિરોધીઓ તમારી હારની રાહ જોઈ
રહ્યા હોય!

Advertisement


પંજાબની સરકાર દિલ્હીથી ચાલશે?

ઉલ્લેખનીય છે કે રાજકીય નિષ્ણાતો તો
ત્યાં સુધી કહી રહ્યા છે કે મુખ્યમંત્રી ભલે ભગવંત માન હોય પરંતુ આ સરકાર દિલ્હીથી
જ ચલાવવાની છે. તેની પાછળનો તર્ક એ છે કે ભગવંત માનને રાજ્ય ચલાવવાનો કોઈ અનુભવ
નથી. તેથી જ તેને કેજરીવાલની વિસ્તૃત સરકાર કહેવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×