Rushikesh Patel : "નવા વેરિયન્ટથી ભયભીત થવાની જરૂર નથી"
રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી.
Advertisement
કોરોનાના વધતા જતા કેસ મામલે આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલનો કોરોનાએ ઓમીક્રોન વેરીએન્ટનું સબ વેરીએન્ટ છે. હાલ જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. પરંતું જેને માલુમ પડે તેમને જાતે કોરેન્ટાઈન થઈ સીમટોમેટિક સારવાર લઈ સાજા થઈ શકે છે. આવો બે વર્ષે એકાદ મહિનો આવતો હોય છે. આ હવે એક સબ વેરિયન્ટ નિમોનિયા માફક થઈ ગયો છે અને તે જીવનનો એક હિસ્સો થયો છે. એક દર્દીના મૃત્યુ અંગે પણ તેઓએ નિવેદન આપ્યું હતું. મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટા પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઈ શકે છે.
Advertisement
Advertisement