રશિયાએ દુશ્મન દેશોની યાદી કરી તૈયાર, અમેરિકા, બ્રિટન અને જાપાન સહિત 31 દેશો સામેલ
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ
મોટો નિર્ણય લીધો છે. યુક્રેન ઉપરાંત યુરોપિયન યુનિયનના દેશો સાથે રશિયાની
દુશ્મનાવટ જાણીતી છે. હવે રશિયા દ્વારા આવા 4 વધુ દેશોની યાદી બહાર પાડવામાં આવી છે જેને તે પોતાનો દુશ્મન માને
છે. આવો દાવો ચીની મીડિયાએ કર્યો છે.
EU દેશોનો સમાવેશ
ચીનના CGTNએ ટ્વિટ કર્યું છે કે રશિયા દ્વારા દુશ્મન દેશોની યાદી જારી કરવામાં
આવી છે. આ યાદીમાં યુક્રેન ઉપરાંત અમેરિકા, બ્રિટન અને જાપાનના નામ પણ સામેલ છે. આ સિવાય EUના તમામ 27 સભ્ય દેશોને પણ આ યાદીમાં સ્થાન
આપવામાં આવ્યું છે. યુક્રેન પર હુમલાને લઈને અમેરિકા અને બ્રિટન સતત રશિયાથી નારાજ
છે.
રશિયાએ લગાવ્યા પ્રતિબંધો
કેનેડાનું નામ પણ આ યાદીમાં છે. EU
સભ્યોની સાથે સ્વિત્ઝર્લેન્ડ, અલ્બેરિયા, આઇસલેન્ડ, નોર્વે, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, તાઇવાનને પણ બિન-મૈત્રીપૂર્ણ દેશોની
યાદીમાં મૂકવામાં આવ્યા છે. આ તે બધા દેશો છે જેમણે યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત
સામે રશિયા પર અમુક પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો સોમવારે 12મો દિવસ છે અને બંને દેશો વચ્ચેની લડાઈએ વધુ ભયાનક સ્વરૂપ ધારણ
કર્યું છે. યુક્રેનમાં રશિયન હુમલામાં એક મેયરનું મોત થયું છે અને રવિવારે મિસાઈલ
હુમલામાં એક એરપોર્ટ ધ્વસ્ત થઈ ગયું છે. બીજી તરફ અમેરિકા સહિત નાટોના ઘણા દેશો
રશિયા સાથે લડવા માટે યુક્રેનને હથિયાર અને પૈસા આપવા માટે રાજી થયા છે. એવું
માનવામાં આવે છે કે ટૂંક સમયમાં અમેરિકા પણ ફાઈટર જેટની મદદ આપી શકે છે.