Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકાની ચેતવણી બાદ રશિયાએ કર્યું મોટું એલાન, “અમે ભારતને જે પણ કહે તેની સપ્લાય કરવા તૈયાર”

છેલ્લા 36 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે વિશ્વના અનેક દેશો રશિયા સાથે સંબંધ તોડી રહ્યા છે અને વિવિધ પ્રતિબંધો લગાવી રહ્યા છે. ત્યારે વિશ્વથી અલગ પડી ગયેલા દેશ માટે ભારત સંકટ મોચક બનીને આવ્યું છે. ભારત મિત્રતા નિભાવી રહ્યું છે. જેના પગલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીનો દિલથી આભાર માન્યો છે. હાલમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ ભાર
અમેરિકાની ચેતવણી બાદ રશિયાએ કર્યું મોટું એલાન   ldquo અમે ભારતને જે પણ કહે તેની સપ્લાય કરવા તૈયાર rdquo
Advertisement

છેલ્લા 36 દિવસથી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે વિશ્વના અનેક દેશો
રશિયા સાથે સંબંધ તોડી રહ્યા છે અને વિવિધ પ્રતિબંધો લગાવી રહ્યા છે. ત્યારે
વિશ્વથી અલગ પડી ગયેલા દેશ માટે ભારત સંકટ મોચક બનીને આવ્યું છે. ભારત મિત્રતા
નિભાવી રહ્યું છે. જેના પગલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીનો દિલથી આભાર
માન્યો છે. હાલમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ ભારતના પ્રવાસે છે. લોવરોવે
યુક્રેન મામલાને લઈને ભારતના વલણના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે હું ભારતનો
આભાર માનું છું કે તેમણે એકબાજુ કોઈપક્ષ ન રાખીને સમગ્ર સ્થિતિને સમજી રહ્યું છે.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે
કહ્યું છે કે અમે ભારતને કોઈપણ સામાન સપ્લાય કરવા તૈયાર છીએ
, જે તે અમારી પાસેથી ખરીદવા માંગે છે. અમે ચર્ચા માટે તૈયાર છીએ.
લવરોવે કહ્યું કે રશિયા અને ભારતના ખૂબ સારા સંબંધો છે.
જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ
લવરોવને પૂછવામાં આવ્યું કે શું ભારત પર અમેરિકાનું દબાણ ભારત-રશિયા સંબંધોને અસર
કરશે
? લવરોવે કહ્યું કે મને કોઈ શંકા નથી કે કોઈપણ દબાણ અમારી ભાગીદારીને
અસર
કરી શકે.

Delhi | You called it a war which is not true. It is a special operation, military infrastructure is being targeted. The aim is to deprive the Kyiv regime from building the capacity to present any threat to Russia: FM Lavrov on being asked about developments in Ukraine pic.twitter.com/ffWYtHMfl0

— ANI (@ANI) April 1, 2022" title="" target="">javascript:nicTemp();

જણાવી દઈએ કે યુએસ ડેપ્યુટી NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) દલીપ સિંહ
પણ આ સમયે ભારતમાં છે. દલીપ સિંહે ભારતને ચેતવણી પણ આપી છે
, જેનો ભારતે પણ જોરદાર જવાબ આપ્યો છે. દલીપ સિંહે કહ્યું છે કે જે
દેશો રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે તેમને પણ ગંભીર પરિણામો
ભોગવવા પડશે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા નથી ઈચ્છતું કે ભારતની ઊર્જા અને અન્ય
વસ્તુઓની આયાતમાં રશિયાનો હિસ્સો વધે.


રશિયાના વિદેશ
મત્રીએ વધુમાં કહ્યું કે ભારત અને રશિયા તમામ મોર્ચે ભાગદારી કરીને વિકાસ તરફ આગળ
વધી રહ્યા છે. અમે ચોક્કસપણે વિશ્વ વ્યવસ્થામાં સંતુલન જાળવી રાખવામાં માનીએ છીએ.
અમે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કર્યા છે. અમારા રાષ્ટ્રપતિએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ મોકલી છે. કોઈપણ સંકટ સમયમાં પણ ભારત અને
રશિયા વચ્ચેના સંબંધો સ્થિર રહ્યા છે. ભારત અને રશિયાની ભાગીદારી મોસ્કોની
પ્રાથમિક્તા રહી છે.


જો કે ભારતના વિદેશ
મંત્રી એસ.જયશંકર અને રશિયાના વિદેશમંત્રી લાવરોવ વચ્ચે આ બેઠક એવા સમય યોજાઈ છે
જેના એક દિવસ પહેલા અમેરિકાએ રશિયાની વિરૂદ્ધ અમેરિકી પ્રતિબંધો લગાવવાના સંકેત
આપ્યા છે. સાથે અમેરિકાએ ભારતે રશિયા સાથે વ્યવહાર ન રાખવાની પણ ચેતવણી આપી હતી
અને કહ્યું હતું કે, પ્રતિબંધોમાં અડચણરૂપ થનારા દેશોને તેનું પરિણામ ભોગવવું
પડશે. યુક્રેન મામલામાં ભારતે તાત્કાલિક યુદ્ધવિરામનું આહ્વાન કર્યું છે. પરંતુ
રશિયા આક્રમણની નિંદા કરનારાઓના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રના મંચો ઉપર મતદાનમાં
ભાગ લેવાથી દૂર રહ્યું છે. 

Advertisement
Tags :
Advertisement

.

×