Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sabarkantha: 5 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ

સાબરકાંઠા પોલીસે સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી કરતા ૫ કરોડ રૂપિયાની ઓનલાઈન ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં તલોદ અને પ્રાંતિજના ઈસમોની સંડોવણી સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
Advertisement

સાબરકાંઠા પોલીસને સાયબર ઠગાઈના એક મોટા રેકેટને પકડવામાં સફળતા મળી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપીઓએ પૈસાની લાલચ આપીને ૧૪ લોકોના નામે 'મ્યુલ એકાઉન્ટ' (Mule Accounts) ખોલાવ્યા હતા, જેનો ઉપયોગ 5 કરોડ રૂપિયાના વ્યવહારો કરવા માટે થયો હતો. આ ટોળકી દ્વારા દેશભરમાં ૯૩ જેટલી ઓનલાઈન ઠગાઈની ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે રાજસ્થાનના બે શાતિર ગઠિયાઓ અને તલોદના બે સ્થાનિક યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ નાણાંની લાલચ આપી ભોળા લોકોને ઠગાઈના કામમાં ફસાવતા હતા.

Tags :
Advertisement

.

×