Sabarkantha: વૃદ્ધા અવસ્થાનો સહારો છિનવવાનો પ્રયાસ, રૂપિયાના જોરે નવજાતની કરતા ખરીદી
હિંમતનગરમાં બાળ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રૂપિયા માટે નવજાત બાળકની ખરીદી-વેચાણ થતું હતું. AHTUની ટીમે કાર્યવાહી કરીને ગુજરાત અને રાજસ્થાનના 5 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે ગેંગના દેશભરમાં ફેલાયેલા તાર સામે આવી રહ્યા છે.
Advertisement
હિંમતનગરમાં AHTUને મોટી સફળતા મળી છે, જ્યાં બાળ તસ્કરી ગેંગનો ભંડાફોડ થયો છે. આ ગેંગ નવજાત બાળકોની ખરીદી-વેચાણમાં સંકળાયેલો હતો. તપાસમાં ખુલ્યું કે સંતાન વેચનારા પરિવારોને આશરે 2 લાખ રૂપિયા આપવામાં આવતા હતા, જ્યારે બાળક ખરીદનાર પાસેથી 15 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા.પોલીસે ગુજરાત અને રાજસ્થાનના 5 ઈસમોની ધરપકડ કરી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળક હાલ સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગના દેશના 10થી વધુ રાજ્યોમાં તાર જોડાયેલા છે અને તેમાં વધુ એજન્ટો સંકળાયેલા હોવાની આશંકા છે.

