Sabarkantha : ઇડરમાં અંડરપાસમાં પાણી ભરાયા, હિંમતનગર-અંબાજી હાઇવે પર ટ્રાફિક ખોરવાયો
સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે બફારા બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો.
05:00 PM May 11, 2025 IST
|
Vishal Khamar
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ છવાયો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઈડર, વડાલી અને ખેડબ્રહ્માના તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. સતત એક સપ્તાહની કમોસમી વરસાદી માહોલ છવાયો હતો.
Next Article