Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાણી બચાવવા સચિન તેડુંલકરનો અનોખો સંદેશો

મંગળવારે વિશ્વ જળ દિવસ છે ત્યારે પાણી બચાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત રત્ન પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકરે પણ પોતાના ચાહકોને મેસેજ આપ્યો છે. સચિન તેડુંલકરે ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કરીને અનોખી રીતે પોતાનો સંદેશ આપ્યો હતો. મંગળવારે વિશ્વ જળ દિવસ છે. પાણી બચાવવાના ઉદ્દેશ્ય સાથે  સોશિયલ મિડીયામાં સંદેશાઓ વાયરલ થઇ રહ્યા છે, જેમાં પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકર પણ બાકાત નથી. સચિને પોતાનà
પાણી બચાવવા સચિન તેડુંલકરનો અનોખો સંદેશો
Advertisement
મંગળવારે વિશ્વ જળ દિવસ છે ત્યારે પાણી બચાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત રત્ન પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકરે પણ પોતાના ચાહકોને મેસેજ આપ્યો છે. સચિન તેડુંલકરે ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કરીને અનોખી રીતે પોતાનો સંદેશ આપ્યો હતો. 
મંગળવારે વિશ્વ જળ દિવસ છે. પાણી બચાવવાના ઉદ્દેશ્ય સાથે  સોશિયલ મિડીયામાં સંદેશાઓ વાયરલ થઇ રહ્યા છે, જેમાં પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકર પણ બાકાત નથી. સચિને પોતાના ફેન્સ માટે એક વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયોમાં સચીન પાણીના ખુલ્લા રહેલા નળને બંધ કરવાનો ઇશારો કરે છે અને ત્યારબાદ તે પાણીનો નળ બંધ કરે છે અને અંતમાં દરેકને નળ બંધ કરવાની સલાહ આપે છે. છેલ્લે સેવ વોટરનો સંદેશો પણ આવે છે. 

સચિને વિડીયોમાં જે ઇશારા કર્યા છે તે સોશિયલ મિડીયા સેન્સેશન khaby  સ્ટાઇલ છે. આ સ્ટાઇલમાં કંઇ પણ કહ્યા વગર અઘરી ચીજોને આસાનીથી કરવાનો મેસેજ અપાય છે. સચિન આ વિડીયો બાદ સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે. સચિનના આ વિડીયોને લોકોએ કોમેન્ટ પણ કરી છે. 
Advertisement
Tags :
Advertisement

.

×