SGVP ગુરુકુલના સંત ભક્તિપ્રકાશદાસજી સ્વામીનો અક્ષરવાસ, હરિભક્તો થયા શોકમગ્ન
અમદાવાદ SGVP ગુરૂકુળના પાયાના પથ્થર ભક્તિપ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. આજે બુધવારે 8 થી 9 અંતિમ પૂજન વિધિ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન અમદાવાદના એસજીવીપી ગુરુકુળ સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી અક્ષરનિવાસી થતા રાજ્યના મુખ્યમંત્રી ભ
Advertisement
અમદાવાદ SGVP ગુરૂકુળના પાયાના પથ્થર ભક્તિપ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. આજે બુધવારે 8 થી 9 અંતિમ પૂજન વિધિ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન
અમદાવાદના એસજીવીપી ગુરુકુળ સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી અક્ષરનિવાસી થતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દર્શનાર્થે પહોંચ્યા હતા.
અમદાવાદ એસજીવીપી ગુરૂકુળમાં સવારે 8થી 9 વાગ્યા સુધી અંતિમ પૂજન વિધિ કરવામાં આવશે. બાદમાં હરિભક્તો માટે સ્વામીનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોર પછી 4થી 5 વાગ્યા સુધી ગઢપુર મંદિરથી ઘેલા નદીના કાંઠા સુધી પાલખીયાત્રા નીકળશે.
સંતોના હસ્તે અંગ્નિસંસ્કાર કરાશે
અમદાવાદ SGVPના પાયાના પથ્થર અને જેમને હરહંમેશ સેવા અને ભક્તિની ફોરમ પ્રસરાવી છે તેવા ભક્તિપ્રકાશદાસજીના અંતિમ સંસ્કાર સાંજે 5 વાગ્યે ગઢડા ઘેલો નદીના કાંઠે સંતોના હાથે કરવામાં આવશે.


