ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે સનાહ કપૂરના લગ્ન, રત્ના પાઠક-સુપ્રિયા પાઠકનો ધમાકેદાર ડાન્સ

બોલિવૂડ એક્ટર પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની દીકરી સનાહ કપૂરના આજે લગ્ન છે. સનાહ બોલિવૂડ એક્ટર મનોજ પાહવા-સીમા પાહવાના દીકરા મયંક પાહવા સાથે લગ્ન કરી રહી છે. આ લગ્ન મહાબલેશ્વરમાં થવાના છે. સનાહે બોલિવૂડ ફિલ્મ 'શાનદાર'માં ભાઈ શાહિદ કપૂર તથા આલિયા ભટ્ટ સાથે કામ કર્યું હતું. પંકજ-સુપ્રિયા કપૂર તથા મનોજ-સીમા પાહવા બંન્ને પરિવાર વર્ષોથી એકબીજાને સારી રીતે ઓળખે છે. આથી જ સનાહ તથા મયંક પàª
09:42 AM Mar 02, 2022 IST | Vipul Pandya
બોલિવૂડ એક્ટર પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની દીકરી સનાહ કપૂરના આજે લગ્ન છે. સનાહ બોલિવૂડ એક્ટર મનોજ પાહવા-સીમા પાહવાના દીકરા મયંક પાહવા સાથે લગ્ન કરી રહી છે. આ લગ્ન મહાબલેશ્વરમાં થવાના છે. સનાહે બોલિવૂડ ફિલ્મ 'શાનદાર'માં ભાઈ શાહિદ કપૂર તથા આલિયા ભટ્ટ સાથે કામ કર્યું હતું. પંકજ-સુપ્રિયા કપૂર તથા મનોજ-સીમા પાહવા બંન્ને પરિવાર વર્ષોથી એકબીજાને સારી રીતે ઓળખે છે. આથી જ સનાહ તથા મયંક પàª
બોલિવૂડ એક્ટર પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની દીકરી સનાહ કપૂરના આજે લગ્ન છે. સનાહ બોલિવૂડ એક્ટર મનોજ પાહવા-સીમા પાહવાના દીકરા મયંક પાહવા સાથે લગ્ન કરી રહી છે. આ લગ્ન મહાબલેશ્વરમાં થવાના છે. સનાહે બોલિવૂડ ફિલ્મ 'શાનદાર'માં ભાઈ શાહિદ કપૂર તથા આલિયા ભટ્ટ સાથે કામ કર્યું હતું. પંકજ-સુપ્રિયા કપૂર તથા મનોજ-સીમા પાહવા બંન્ને પરિવાર વર્ષોથી એકબીજાને સારી રીતે ઓળખે છે. આથી જ સનાહ તથા મયંક પણ સારા મિત્રો છે, થોડાં સમય પહેલાં જ બંન્નેની સગાઈ  થઇ હતી.
સનાહની મહેંદી સેરેમનીના ઘણા વીડિયો વાયરલ
સનાહની મહેંદી સેરેમનીના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. વિવાન શાહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સનાની મહેંદી સેરેમનીના ઘણા રસપ્રદ વીડિયો શેર કર્યા છે. નસરૂદ્દીન શાહના દીકરા વિવાન શાહે સોશિયલ મીડિયામાં સનાહ-મયંકનો પ્રી વેડિંગ વીડિયો શૅર કર્યો હતો. જેમાં સનાહ તથા મયંક ફૉક મ્યૂઝિક પર ઝૂમતા જોવા મળ્યાં હતાં. સનાહના ચહેરા પર લગ્નની ખુશી અને ગ્લો સ્પષ્ટ દેખાય છે. સનાહ ગુલાબી લહેંગા ચોલીમાં સુંદર લાગી રહી છે.  સાથે જ તેણે  પીળા રંગનો કોટ પણ કેરી કર્યો છે. 
ટુંક સમયમાં પંકજ કપૂર અને શાહિદ ફિલ્મમાં જોવાં મળશે
સનાહ કપૂર એક્ટર પંકજ કપૂર તથા સુપ્રિયા પાઠકની દીકરી છે. પંકજ કપૂર પહેલી પત્ની નિલીમા અઝીઝ સાથે  ડિવોર્સ  બાદ સુપ્રિયા પાઠક  જોડે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને દીકરી સનાહ તથા દીકરો રૂહાન છે. ટૂંક સમયમાં પંકજ કપૂર અને શાહિદ 14 એપ્રિલે રિલીઝ થનારી તેલુગુ ફિલ્મ 'જર્સી'ની હિંદી રીમેક  'જર્સી'માં સાથે જોવા મળશે. જેમાં  મૃણાલ ઠાકુર પણ છે. ફિલ્મ છે. આ ફિલ્મને ગૌતમે ડિરેક્ટ કરી છે. 
Tags :
GujaratFirstmayankpahvamarrigepankajkapoorsanhakapoorSupriyaPathak
Next Article