Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાણંદ APMC માં ખેડૂતોનો ઉગ્ર વિરોધ! ડાંગરના ભાવોમાં ભારે ઘટાડાથી રોષ

સાણંદ APMC (Agriculture Produce Market Committee) માં ડાંગરના ભાવોને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ડાંગરની હરાજી કામચલાઉ ધોરણે બંધ કરવી પડી હતી. ખેડૂતોનો મુખ્ય આક્રોશ એ હતો કે તેમને કમોદ ડાંગરના યોગ્ય ભાવ મળી રહ્યા ન હતા, જેના કારણે તેઓ નિરાશ થયા હતા.
Advertisement
  • સાણંદ APMC માં ખેડૂતોએ કર્યો વિરોધ
  • ડાંગરના ભાવ ન મળતા નોંધાવ્યો વિરોધ
  • યોગ્ય ભાવ ન મળતા ડાંગરની હરાજી થઈ હતી બંધ
  • ખેડૂતના વિરોધ લઈ APMC ચેરમેન થયા દોડતા
  • ભારે વિરોધ બાદ ડાંગરની હરાજી થઈ હતી શરૂ
  • કમોદ ડાંગરના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ
  • એક જ ખેતરની ડાંગરના અલગ અલગ ભાવ
  • 2 દિવસ પહેલા 2000માં ખરીદેલ ડાંગરના આજે 500 રૂ.
  • યોગ્ય ભાવ ન મળતા ડાંગર ફેંકી દેવી પડે તેવી સ્થિતિ

સાણંદ APMC (Agriculture Produce Market Committee) માં ડાંગરના ભાવોને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ડાંગરની હરાજી કામચલાઉ ધોરણે બંધ કરવી પડી હતી. ખેડૂતોનો મુખ્ય આક્રોશ એ હતો કે તેમને કમોદ ડાંગરના યોગ્ય ભાવ મળી રહ્યા ન હતા, જેના કારણે તેઓ નિરાશ થયા હતા.

કમોદ ડાંગરના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ

વિરોધનું એક ચોંકાવનારું કારણ એ પણ હતું કે એક જ ખેતરમાં ઉગાડેલી ડાંગરના અલગ-અલગ ભાવો આપવામાં આવી રહ્યા હતા. ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે 2 દિવસ પહેલાં જે ડાંગરના ભાવ 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, તે આજે એકાએક ઘટીને માત્ર 500 રૂપિયા સુધી પહોંચી ગયા હતા, જે ખેડૂતો માટે ડાંગર ફેંકી દેવી પડે તેવી દયનીય સ્થિતિ સૂચવે છે. ભારે વિરોધને પગલે APMC ચેરમેન અને સત્તાધીશો દોડતા થયા હતા, અને આખરે સમજાવટ બાદ ડાંગરની હરાજી ફરીથી શરૂ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો :   Good news farmers : રવિ પાકમાં સિંચાઈ માટે માટે ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી

Advertisement

Tags :
Advertisement

.

×