Sanand : ગટરના પાણીથી ત્રસ્ત સ્થાનિકોએ નપાની ચૂંટણીનો કર્યો બહિષ્કાર
સાણંદની હરીઓમ સોસાયટીના લોકોએ ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેઓ આ કરવા મજબૂર બન્યા છે.
07:28 PM Jan 25, 2025 IST
|
Hardik Shah
- સાણંદમાં સ્થાનિકોએ નપાની ચૂંટણીનો કર્યો બહિષ્કાર
- હરીઓમ સોસાયટી લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
- સોસાયટીના લોકો ગટરના પાણીમાં રહેવા બન્યા મજબૂર
- નપામાં અનેક વખત રજૂઆત છતાં કામગીરી ન થતા ચીમકી
- સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બહિષ્કારની ચીમકી
- રાજકારણીઓને મત માંગવા ન આવવાની આપી ચેતાવણી
- ગટરના પાણીથી નાના બાળકોમાં રોગચાળો ફેલાવાનો ભય
Sanand: સાણંદની હરીઓમ સોસાયટીના લોકોએ ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેઓ આ કરવા મજબૂર બન્યા છે. ગટરના ભરાવાના કારણે નાના બાળકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે, અને સ્થાનિકો નાગરિક સુવિધાઓ માટે ત્રાહિમામ પોકારી રહ્યાં છે. સોસાયટીના લોકોએ રાજકારણીઓને ચેતવણી આપતા કહ્યું છે કે, તેમના વિસ્તારમાં તેઓ મત માંગવા માટે ન આવે. આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તેઓ ચૂંટણીમાં ભાગ ન લેવાના નિર્ણય પર અડગ છે.
Next Article