Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચીનમાં રણથી આકાશ સુધી જોવા મળ્યું રેતીનું ચક્રવાત, 4 કલાક સુધી વાહન-વ્યવહાર રહ્યો ઠપ્પ

ચીનમાં (china) રેતીના તોફાનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ચીનના ઉત્તરી-પશ્ચીમી ક્ષેત્રમાં પાછલા અઠવાડિયે આ તોફાન જોવા મળ્યું હતું. એક્યુવેદર પ્રમાણે આ શક્તિશાળી રેતીનું તોફાન ચીનના કિંજી વિસ્તારમાં જોવા મળ્યું હતું. જે આ  વિડીયોમાં જોવા મળે છે કે રેતીનું તોફાન રણથી આકાશ સુધી વિસ્તરેલું છે. અને તે ખૂબજ ઝડપથી રસ્તામાં ફસાયેલી ગાડીઓ તરફ આગળ વધી રહ્યું છે. Dramatic video of a massive sandstorm ripping through China's Qinghai
ચીનમાં રણથી આકાશ સુધી જોવા મળ્યું રેતીનું ચક્રવાત  4 કલાક સુધી વાહન વ્યવહાર રહ્યો ઠપ્પ
Advertisement

ચીનમાં (china) રેતીના તોફાનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ચીનના ઉત્તરી-પશ્ચીમી ક્ષેત્રમાં પાછલા અઠવાડિયે આ તોફાન જોવા મળ્યું હતું. એક્યુવેદર પ્રમાણે આ શક્તિશાળી રેતીનું તોફાન ચીનના કિંજી વિસ્તારમાં જોવા મળ્યું હતું. જે આ  વિડીયોમાં જોવા મળે છે કે રેતીનું તોફાન રણથી આકાશ સુધી વિસ્તરેલું છે. અને તે ખૂબજ ઝડપથી રસ્તામાં ફસાયેલી ગાડીઓ તરફ આગળ વધી રહ્યું છે.

Advertisement

Advertisement

તોફાનના સુસવાટા કાળજુ કંપાવી દે તેવા છે.આ રેતીનું તોફાન લગભગ 4 કલાક સુધી ચાલ્યું. તેમાં સૌથી વધુ પ્રભાવિત બે વિસ્તારો થયા. જેમાં એક હાઇશી મંગોલ અને બીજુ તિબેટિયન ઓટોનોમસ પ્રિફેક્ચર.આ તોફાનને કારણે વાહન વ્યવહાર  થંભી ગયો હતો. અને સ્થાનિક નિવાસીઓએ ઘરની ચાર દિવાલો વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું હતું. 

જો કે રાહતની વાત એ હતી કે આ તોફાનને કારણે કોઇ નુકસાન નહોતું થયું. આ તોફાનને કારણે વિઝિબિલિટી 200 મીટરથી પણ ઓછી થઇ ગઇ હતી. અને આ રેતીલા તોફાને સુરજને પણ ઢાંકી દીધો હતો.યુરોપમાં પણ આ વર્ષે તાપમાનમાં વધારો થયો છે. વધતી ગરમીના કારણે સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ અને ઈટાલીના જંગલોમાં આગ લાગી છે. જયારે  યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે ભારે હીટવેવ આગામી વર્ષો સુધી ચાલુ રહેશે.
Tags :
Advertisement

.

×