સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ફોટોગ્રાફીનું એક્ઝિબિશન
રાજકોટમાં ફોટોગ્રાફી ક્લબ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ફોટોગ્રાફીનું એક્ઝિબિશનનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહિંયા આવે છે. અહિંયા સૌથી મોટી વાત એ છે કે આ એક્ઝિબિશન કોઈ એક કે બે ફોટોગ્રાફરનું જ નથી.પણ 80 જેટલા ફોટોગ્રાફરના અહિંયા ફોટા રજુ કરવામાં આવ્યાં છે.જે સૌથી મોટી વાત છે.શમશેરજીએ જણાવ્યું હતું કે હુà
11:31 AM Dec 30, 2022 IST
|
Vipul Pandya
રાજકોટમાં ફોટોગ્રાફી ક્લબ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ફોટોગ્રાફીનું એક્ઝિબિશનનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહિંયા આવે છે. અહિંયા સૌથી મોટી વાત એ છે કે આ એક્ઝિબિશન કોઈ એક કે બે ફોટોગ્રાફરનું જ નથી.પણ 80 જેટલા ફોટોગ્રાફરના અહિંયા ફોટા રજુ કરવામાં આવ્યાં છે.જે સૌથી મોટી વાત છે.
શમશેરજીએ જણાવ્યું હતું કે હું રાજકોટમાં છેલ્લા 9 વર્ષથી મારૂ અહિંયા સરસ ફેમેલી બની ગયું છે. અહિંયા અમે મિત્રો સાથે મળીને ફોટોગ્રાફી કરીએ છીએ. અને શિખીએ છીએ.છેલ્લા 3 વર્ષથી અમે ક્લીક કાર્નિવલ કરીને એક્ઝિબિશન કરીએ છીએ.આજના આ એક્ઝિબિશનમાં 80 જેટલા ફોટોગ્રાફરના 200થી વધારે ફોટોગ્રાફ્સ છે. જેમાં વાઈલ્ડ લાઈફ, નેચર,સ્ટ્રીટ, ફુડ ફોટોગ્રાફી.વગેરે વગેરે.તો બધા આવો અને આ એક્ઝીબિશન તમે એન્જોય કરી શકો છો.
આ એક્ઝિબિશન 3 દિવસનું છે.અહિંયા કોઈ પણ પ્રકારની ફી નથી.આ સાથે જે તમે અહિંયા એક્ઝિબિશનમાં તમે તમારો ફોટો લઈ શકો છો કોઈ પણ ફોટોઝ સાથે અને એ જ ફોટો તમે અહિંયા સબમીટ કરાવી શકો છો.લકી વિનરને ઈનામ પણ આપવામાં આવશે. તેવું આયોજન કરવામાં આવ્યું છે. ફોટોગ્રાફી ક્લબ રાજકોટ માત્ર ફોટોગ્રાફી જ નથી કરતુ પણ સાથે સાથે સામાજીક કાર્યક્રમો પણ કરે છે.ફોટોગ્રાફી ક્લબ રાજકોટ અલગ અલગ સ્કુલ કોલેજમાં જઈને પણ વર્કશોપ ગોઠવીએ છીએ.જેથી કોઈ પણ સ્કુલ કોલેજને ઈન્ટરેસ્ટ હોય તેઓ આ ટીમનો સંપર્ક પણ કરી શકે છે.
આ એક્ઝિબિશન સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટુ એક્ઝિબિશન છે.અહિંયા બધા લોકો સાથે મળીને મહેનત કરે છે. છેલ્લા 3 વર્ષથી એ એક્ઝિબિશનને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ એક્ઝિબિશનમાં 15 વર્ષનાથી લઈને 70 વર્ષના સુધીના લોકોએ ભાગ લીધો છે.
આપણ વાંચો- ત્રિપલ હત્યા કેસ બાદ પાલિકા-પોલીસ એક્શન મોડમાં, દોઢ કિલોમીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article