સૌરાષ્ટ્ર યુનિ.માં BBA-B.com sem-5ની પરીક્ષાના પેપર ફૂટ્યા
ગુજરાતમાં ફરી એકવાર પેપરલીકની ઘટનાBBAઅને B.Com સેમેસ્ટર 5નું પેપર લીક રાતોરાત બદલવામાં આવ્યું પેપરરાજયમાં હાલ શાળા-કોલેજો( school-college)માં પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ સારુ પરિણામ મેળવવા મહેનત તો કરે છે પરંતુ કેટલાક ભ્રષ્ટ લોકોના પાપે મહેનત પર પાણી ફરી વળે છે. પછી તે સ્પર્ધાત્મક પરીક્ષા( (competitive exam) હોય કે શાળા કોલેજની. પેપરો ફૂટવાનો સિલસિલો ચાલ્યો જ આવે છે. ત્યારે વિવાદોમાં રહેનાà
09:09 AM Oct 13, 2022 IST
|
Vipul Pandya
- ગુજરાતમાં ફરી એકવાર પેપરલીકની ઘટના
- BBAઅને B.Com સેમેસ્ટર 5નું પેપર લીક
- રાતોરાત બદલવામાં આવ્યું પેપર
રાજયમાં હાલ શાળા-કોલેજો( school-college)માં પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ સારુ પરિણામ મેળવવા મહેનત તો કરે છે પરંતુ કેટલાક ભ્રષ્ટ લોકોના પાપે મહેનત પર પાણી ફરી વળે છે. પછી તે સ્પર્ધાત્મક પરીક્ષા( (competitive exam) હોય કે શાળા કોલેજની. પેપરો ફૂટવાનો સિલસિલો ચાલ્યો જ આવે છે. ત્યારે વિવાદોમાં રહેનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમનું સેમેસ્ટ 5નું પેપર ફૂટતા ખળભળાટ મચી ગયો.
13 ઑક્ટોબરે બી.બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાવાની હતી પરંતુ 12 ઑક્ટોબરના રોજ સોશિયલ મીડિયામાં( social media) બંને પેપરો ફરતા થઇ ગયા. મહત્વનું છે કે 13 ઑક્ટોબરના રોજ બીબીએ સેમ.5માં ડાયરેક્ટ ટેક્સેશન અને બી.કોમ સેમ.5માં ઓડિટીંગ એન્ડ કોર્પોરેટ ગર્વનન્સ-1નું પેપર લેવાનું હતું.પરંતુ તે પહેલા જ ઘટનાને લઇને એનએસયુઆઇના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં જઇને હોબાળો મચાવ્યો અને દોષિતો સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપીને માંગ કરી.
જો કે આ ઘટનાને લઇને ખુદ પરીક્ષા નિયામક નિલેશ સોની પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. હાલ આ ઘટનાને લઇને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર વિરૂદ્ધ યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઇ રહેલા વારંવાર કૌભાંડો અને પેપરલીકને લઇને કોંગ્રેસ પ્રવક્તા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ શાખાના ડીન નિદત બારોટે કુલપતિ પર આક્ષેપો કર્યા. ભૂતકાળમાં પણ આવી બાબતોમાં કુલપતિ દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાનું જણાવ્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને દોષિતોને દંડ કરાશે તેમ જણાવ્યું. જો કે અંતે બીબીએની પરીક્ષાના પેપર બદલીને નવા પ્રશ્ન પત્ર સાથે પરીક્ષા લેવાઇ. જ્યારે બી.કોમ સેમેસ્ટર ફાઇવની પરીક્ષા રદ કરવામાં આવી. હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યુઆર કોડ સાથે નવુ પેપર કાઢશે અને કોલેજોને પ્રશ્નપત્રની સોફ્ટ કોપી મોકલશે.
મહત્વનું છે કે ગુજરાતમાં છાશવારે પેપરલીક થયાની ઘટના સામે આવતી રહી છે ત્યારે ફરી એકવાર પેપરલીકની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો હતો. ત્યારે હવે આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવુ રહ્યું.
Next Article