Vadodara માં ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ!
વડોદરામાં વધુ એક સસ્તા અનાજની દુકાન સંચાલકનું કારસ્તાન સામે આવવા પામ્યું છે. દુકાન સંચાલકે ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કર્યું છે. સમા વિસ્તારમાં રાજેશ અગ્રવાલની દુકાનમાં કૌભાંડ સામે આવ્યું છે. કમલેસ ખટીક ચલાવે છે. રાજેશ અગ્રવાલની સસ્તા અનાજની દુકાન. અનાજ લેવા આવતા ગ્રાહકો સાથે કમલેશ ખટીકની દાદાગીરી સામે આવી છે. અમારી દુકાનથી અનાજ ન લેવું હોય તો નામ કમી કરાવી દો. વડોદરા શહેરમાં 500 સસ્તા અનાજની દુકાન આવેલી છે. પરિવારના તમામ સભ્યોનું કેવાયસી છતાં અનાજ ન આપ્યાનો આરોપ છે. સંચાલક ગ્રાહકોને સ્લીપ ન આપતો હોવાનો ગ્રાહકોનો આરોપ છે.
પુરવઠા વિભાગના ઝોનલ અધિકારી હીનાબેન પરમારનું નિવેદન
વડોદરામાં ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાવા પામ્યું છે. પુરવઠા વિભાગના ઝોનલ અધિકારી હીનાબેન પરમારે જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગની ઝોનલ અધિકારી હીનાબેન પરમારે નિવેદન આપ્યું હતું કે, દુકાનદાર જૂનનો અંગૂઠો ન લઈ શકે. દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. દુકાનમાં અનાજના સ્ટોકની પણ તપાસ કરાશે. ભૂલ હશે તો દુકાન પણ સીઝ કરવામાં આવશે.