Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્યૂ આર કોડ સ્કેન કરતી વખતે બેદરકારી ન રાખતા ગણતરીના સેકન્ડ્સમાં તમારું એકાઉન્ટ થઇ શકે છે તળિયા ઝાટક

સુવિધાઓ તેની સાથે જોખમ પણ લાવે છે. મેન્યુઅલ કામ સમય માંગી લેતું હોય છે અને તે કંટાળાજનક પણ લાગે છે, પરંતુ તેમાં સુરક્ષિત વ્યવહારની ગેરંટી પણ હોય છે. આજના સમયમાં ટેક્નોલોજીએ ઘણી સુવિધાઓ આપી છે,પરંતુ  બીજી તરફ તેણે ઘણાં જોખમો પણ આપ્યા છે. ચુકવણી અને વ્યવહારોમાં આવેલી ટેક્નિકલ ક્રાંતિએ જીવન ખૂબ સરળ બનાવ્યું છે, પરંતુ પળવારમાં બધી કમાણી ગુમાવવાનો ભય હંમેશા રહે છે. તમારી નાની ભૂલથી મોà
ક્યૂ આર કોડ સ્કેન કરતી વખતે બેદરકારી ન રાખતા ગણતરીના સેકન્ડ્સમાં તમારું એકાઉન્ટ થઇ શકે છે તળિયા ઝાટક
Advertisement
સુવિધાઓ તેની સાથે જોખમ પણ લાવે છે. મેન્યુઅલ કામ સમય માંગી લેતું હોય છે અને તે કંટાળાજનક પણ લાગે છે, પરંતુ તેમાં સુરક્ષિત વ્યવહારની ગેરંટી પણ હોય છે. આજના સમયમાં ટેક્નોલોજીએ ઘણી સુવિધાઓ આપી છે,પરંતુ  બીજી તરફ તેણે ઘણાં જોખમો પણ આપ્યા છે. ચુકવણી અને વ્યવહારોમાં આવેલી ટેક્નિકલ ક્રાંતિએ જીવન ખૂબ સરળ બનાવ્યું છે, પરંતુ પળવારમાં બધી કમાણી ગુમાવવાનો ભય હંમેશા રહે છે. તમારી નાની ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે કારણ કે એ જ ટેક્નોલોજીનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કરવામાં આવી રહ્યો છે, જે ટેકનોલોજી તમને ઘર બેઠાં બધા કામ પતાવવાની સુવિધા આપી રહી છે. QR કોડનો ખેલ પણ કંઇક આવો જ છે. ચાલો સમજીએ કે ખોટા QR કોડને સ્કેન કરીને તમે કેવી રીતે તમારા બેંક ખાતાનું સંપૂર્ણ નિયંત્રણ બીજાના હાથમાં આપી દો છો.
QR કોડ ખૂબ સામાન્ય બની રહ્યા છે. ફળ-શાકભાજીની લારીઓથી લઇ કરિયાણાની દુકાનો સુધી, પેટ્રોલ પંપથી લઈને મોલ સુધી - ચુકવણી માટેના QR કોડ દરેક જગ્યાએ છે. હવે તો રેસ્ટોરન્ટ મેનુ પણ QR કોડ દ્વારા જોઈ શકાય છે. એકંદરે હવે QR કોડ સ્કેન કરવું સામાન્ય બની ગયું છે.અને એટલે જઆપણે સતર્ક રહેતા નથી છેતરપિંડી કરવામાં સામેલ લોકો પણ તમારા આ મૂડને જાણે છે. તેઓ જાણે છે કે તમે કેટલી બેદરકારીથી QR કોડ સ્કેન કરો છો.
એટલા માટે તેઓ તમને એવા બહાના બનાવીને QR કોડ સ્કેન કરવાનું કહે છે કે જેના પર તમને શંકા પણ ન થાય, છેતરપિંડી સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે. તેઓ જાણે છે કે વૃદ્ધો અને ઘરેલું મહિલાઓને મોટેભાગે ટેકનોલોજીનું જ્ઞાન હોતું નથી.આ કારણે તેમનું પ્રાથમિક લક્ષ્ય વૃદ્ધો અને ઘરેલુ મહિલાઓ હોય છે.
સવાલ એ ઊભો થાય છે કે આવી છેતરપિંડીનો ભોગ ન બની જવાય તે માટે શું કરવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું ? ધ્યાનમાં રાખો કે ખોટો QR સ્કેન કરવાથી માત્ર નાણાકીય વિગતો જ નહીં પરંતુ સમગ્ર ફોન અન્યના નિયંત્રણમાં જાય છે. જો તમારા ફોનમાં કેટલાક સંવેદનશીલ ફોટા, વીડિયો અથવા કોઈ દસ્તાવેજ પડેલા હોય, તો તે પણ અન્યના નિયંત્રણમાં આવે છે. જો કે, આવી છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો.
પહેલું - અજાણ્યા ફોન નંબર દ્વારા અથવા કોઈપણ કંપનીના નામે મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું ટાળો.
બીજું- જ્યાં સુધી મોકલનાર વિશે સાચી માહિતી ન હોય ત્યાં સુધી વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ પર મોકલેલા QR કોડને ક્યારેય સ્કેન કરશો નહીં અથવા લિંક્સ પર ક્લિક કરશો નહીં.
ત્રીજું- જો છેતરપિંડીની સહેજ પણ શંકા હોય, તો તરત જ ઈમેલ અને બેંક ખાતાના પાસવર્ડ બદલી નાખો.
 જો આપ છેતરપીંડીનો ભોગ બની જાવ અને જો તમારા પૈસા જતા રહે તો તરત જ 1930 ડાયલ કરો અને કેસ રિપોર્ટ દાખલ કરો..આપ www.cybercrime.gov.in પર રિપોર્ટ નોંધાવી શકો છો અથવા તો નજીકના સાયબર પોલીસ સ્ટેશન જઇને ફરીયાદ નોંધાવી શકો છો.આ ઉપરાંત આપે જે બેંક ખાતામાંથી પૈસા નીકળ્યા છે.તેની નજીકની બ્રાંચમાં પહોંચીને ડિટેઇલ વેરીફાય કરાવીને કાર્ડ ફ્રિજ કરાવી શકો છો.
Tags :
Advertisement

.

×