સરકારી કર્મચારીઓના ટેલીગ્રામ ગ્રુપનો સ્ક્રીનશોર્ટ વાયરલ, Video
‘Team Remove Fix Pay’ નામના આ ટેલિગ્રામ ગ્રુપમાં 8,617 સભ્યો છે, જેમાં મોટાભાગના ત્રીજા વર્ગના સરકારી કર્મચારીઓ હોવાનું માનવામાં આવે છે. આ ગ્રુપનો ઉદ્દેશ ફિક્સ પે સિસ્ટમને નાબૂદ કરવા માટે આંદોલન ચલાવવાનો છે.
04:58 PM Jul 23, 2025 IST
|
Hardik Shah
Telegram Group Message Leak : સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક ટેલિગ્રામ ગ્રુપનો સ્ક્રીનશૉટ (Screenshot) વાયરલ થયો છે, જે ગુજરાતના સરકારી કર્મચારીઓના ‘Team Remove Fix Pay’ નામના ગ્રૂપનો હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ ગ્રુપમાં ચર્ચાતા એક મેસેજે ખળભળાટ મચાવ્યો છે, જેમાં કર્મચારીઓને હાલ પૂરતો ભ્રષ્ટાચાર ન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે સરકાર તેમના પર નજર રાખી રહી છે. આ ઘટનાએ ફિક્સ પે સિસ્ટમ સામેના આંદોલન અને સરકારી કર્મચારીઓની માનસિકતા પર સવાલો ઉભા કર્યા છે.
Next Article