ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બેલારૂસમાં યુક્રેન અને રશિયા વચ્ચે બીજા તબક્કાની વાતચીત

હાલમાં દુનિયાભરના લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે આ રશિયા યુક્રેવ વચ્ચેનું યુદ્ધ ક્યારેક પૂર્ણ થશે ? તમે પણ કદાચ વિચારતા જ હશો કે શું આ યુદ્ધ પૂર્ણ થશે કે પછી ત્રીજું વિશ્વયુદ્ધ લઈને આવશે ? છેલ્લા 8 દિવસથી રશિયા દુશ્મનની માફક યુક્રેન પર તુટી પડ્યું છે. રોકેટ, મિશાઈલ, બોમ્બ સહિતના હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે વિશ્વભરના દેશો શાંતિ રાખવા અને આ યુદ્ધને પૂર્ણ કરવાની અપિલ કરી રહ્યા છે. ત્યા
01:21 PM Mar 03, 2022 IST | Vipul Pandya
હાલમાં દુનિયાભરના લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે આ રશિયા યુક્રેવ વચ્ચેનું યુદ્ધ ક્યારેક પૂર્ણ થશે ? તમે પણ કદાચ વિચારતા જ હશો કે શું આ યુદ્ધ પૂર્ણ થશે કે પછી ત્રીજું વિશ્વયુદ્ધ લઈને આવશે ? છેલ્લા 8 દિવસથી રશિયા દુશ્મનની માફક યુક્રેન પર તુટી પડ્યું છે. રોકેટ, મિશાઈલ, બોમ્બ સહિતના હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે વિશ્વભરના દેશો શાંતિ રાખવા અને આ યુદ્ધને પૂર્ણ કરવાની અપિલ કરી રહ્યા છે. ત્યા

હાલમાં
દુનિયાભરના લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે આ રશિયા યુક્રેવ વચ્ચેનું યુદ્ધ
ક્યારેક પૂર્ણ થશે
? તમે પણ કદાચ વિચારતા જ હશો કે શું આ યુદ્ધ
પૂર્ણ થશે કે પછી ત્રીજું વિશ્વયુદ્ધ લઈને આવશે
? છેલ્લા 8
દિવસથી રશિયા દુશ્મનની માફક યુક્રેન પર તુટી પડ્યું છે. રોકેટ, મિશાઈલ, બોમ્બ
સહિતના હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે વિશ્વભરના દેશો શાંતિ રાખવા અને આ યુદ્ધને
પૂર્ણ કરવાની અપિલ કરી રહ્યા છે. ત્યારે આજે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા
તબક્કાની બેઠક યોજવા જઈ રહી છે.
આ બેઠકના સંદર્ભમાં રશિયન પ્રતિનિધિમંડળના વડા વ્લાદિમીર
મેડિન્સકીએ કહ્યું કે અમે યુક્રેનના સંપર્કમાં છીએ તેમણે કહ્યું કે આજે સાંજે બંને
દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક થશે. રશિયન પ્રતિનિધિમંડળ હવે લશ્કરી
, તકનીકી, માનવતાવાદી અને રાજકીય પાસાઓ પર કામ
કરી રહ્યું છે.


યુક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી
જણાવવામાં આવ્યું છે કે તેમનું પ્રતિનિધિમંડળ રશિયન પ્રતિનિધિમંડળ સાથે વાતચીત
માટે બેલારુસ ગયું છે. બની શકે કે અગાઉ બુધવારે વાટાઘાટો થવાની હતી પરંતુ મંત્રણા
એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે આજે બીજા રાઉન્ડની વાતચીત થવાની છે.
તેમણે કહ્યું કે બંને પક્ષો પોલેન્ડની સરહદે આવેલા બેલારુસિયન ક્ષેત્રમાં મંત્રણા
કરવા સંમત થયા છે. 
મંત્રણાના બીજા રાઉન્ડ પહેલા રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે
કહ્યું કે રશિયા યુક્રેન સાથે સુરક્ષા ગેરંટી મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. રશિયાના
વિદેશ પ્રધાન લવરોવે કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીનું સુરક્ષા ગેરંટી
મેળવવાની તેમની ઈચ્છા અંગેનું નિવેદન સકારાત્મક પગલું છે. સાથે જ તેમણે એ પણ
સ્પષ્ટ કર્યું કે રશિયા ક્રિમિયા પર ચર્ચા નહીં કરે.

 

યુક્રેન અને રશિયાના પ્રતિનિધિઓ વચ્ચે
યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ બેઠકો થઈ ચૂકી છે. આ બેઠક સાડા ત્રણ
કલાક સુધી ચાલી હતી પરંતુ તે અનિર્ણિત રહી હતી. વાટાઘાટોના પ્રથમ રાઉન્ડના અંત પછી
જ રશિયાએ કિવ અને ખાર્કિવમાં તેના હુમલાઓ વધુ તીવ્ર કર્યા. પ્રથમ મંત્રણા પછી
રશિયન પ્રતિનિધિમંડળના વડા વ્લાદિમીર
મેડિન્સકીએ કહ્યું કે હવે રશિયા-યુક્રેનની આગામી બેઠક બેલારુસ-પોલેન્ડ સરહદ પર
યોજાશે. 
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે એક
દિવસ પહેલા કહ્યું હતું કે રશિયા કિવ સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર છે.
પરંતુ યુક્રેન હાલમાં અમેરિકાના ઈશારે
રમી રહ્યું છે. આજે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની બેઠક યોજાવાની છે. આશા
છે કે આમાં કંઈક ઉકેલ મળશે
જેનાથી યુદ્ધ અટકશે.

Tags :
BelarusGujaratFirstrussiarussiaukrainewarukraine
Next Article