જુઓ કેવી રીતે ફેરાં પહેલાં દુલ્હને ફોટોગ્રાફરનો ક્લાસ લીધો, જુઓ વિડીયો
ફેરાં પહેલા દુલ્હનએ ફોટોગ્રાફરનો ક્લાસ લેતી જોવી મળી સાથે જ ફોટોગ્રાફરે આપેલો જવાબ સાંભળીને પણ લોકો મજા લઇ રહ્યાં છે. દરક દુલ્હનનું પોતાના લગ્નના ખાસ દિવસે સુંદરતાની સાથે સાથે એક સપનું અ પણ હોય છે કે તેનાં ફોટાં સારા આવે ! આ માટે કપલ એડીચોટીનું જોર લગાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક દુલ્હનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફોટોગ્રાફર સાથે રકઝક કરતી દેખાય છે. વીડિયોમાં તમ
Advertisement
ફેરાં પહેલા દુલ્હનએ ફોટોગ્રાફરનો ક્લાસ લેતી જોવી મળી સાથે જ ફોટોગ્રાફરે આપેલો જવાબ સાંભળીને પણ લોકો મજા લઇ રહ્યાં છે. દરક દુલ્હનનું પોતાના લગ્નના ખાસ દિવસે સુંદરતાની સાથે સાથે એક સપનું અ પણ હોય છે કે તેનાં ફોટાં સારા આવે ! આ માટે કપલ એડીચોટીનું જોર લગાવી દે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક દુલ્હનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફોટોગ્રાફર સાથે રકઝક કરતી દેખાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન ફોટોગ્રાફરને સમજાવી રહી છે કે તેને કેવી રીતે ફ્રેમ અને પોઝ સાથેના ફોટો જોઈએ છે.
આજના લગ્નોમાં, વેડિંગ ફોટોશૂટ દરેક કપલની ફર્સ્ટ પ્રાયોરિટીહોય છે. આ માટે ખૂબ લાંબા સર્ચ લોકેશન સર્વે તેમજ ટેક્નિક્સ સાથે મોંંધા મેકઅપ અને આઉટફિટ્સ સાથે ફિલ્મી સ્ટાઇલમાં લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે આગોતરું આયોજન કરતાં હોય છે.ઘણાં લગ્નમાં તો જાણે રીતરસમો કરતાં ફોટોગ્રાફી જ પોઝ અને એંગલમાં જ દુલ્હા દુલ્હન થાકી જતાં હોય છે.
વિશેષ મહત્વ ધરાવે છે. બાય ધ વે, લગ્નના ફોટા પહેલા પણ લોકો માટે મહત્વપૂર્ણ અને ખાસ હતા. પરંતુ હવે જ્યારે નવી ફેશન ચાલી છે ત્યારે લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ અને સગાઇ પછી પોસ્ટ વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ પણ આવી ગયો છે. ખાસ કરીને દુલ્હન માટે તેના લગ્નનો ફોટો સૌથી ખાસ બાબત છે. યુવતીઓ ફોટાં સારા આવે તે માટે મોંઘા આઉટફિટ્સ અને મોંઘો મેકઅપ કરે છે, છોકરીઓ હજારો, લાખો રૂપિયા માત્ર ફોટોશૂટ માટે જ ખર્ચે છે અને આ બધા પછી પણ જો ફોટો સારો ન હોય તો કોને ગુસ્સો ન આવે.વાયરલ થઈ રહેલા આ વીડિયોને bridal_lehenga_designn નામના સોશિયલ મીડિયા પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સાથે લોકો વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.


