Gujarat Weather Updates: જેઠમાં જમાવટ જુઓ ક્યાં ક્યાં તૂટી પડ્યો જોરદાર વરસાદ?
સુરતમાં પ્રથમ વરસાદે જ SMC ની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે. શહેરમાં વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ ઉભી થવા પામી હતી.
Advertisement
સુરતમાં પ્રથમ વરસાદે પાલિકાની પ્રિ-મોન્સૂનની પોલ ઉઘાડ પડી જવા પામી હતી. શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ ઉભી થવા પામી હતી. પુણા અને કરંજ ખાડીને જોડતા બ્રિજની બાજુમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના પ્રિ-મોન્સુનના દાવા પોકળ સાબિત થયા હતા. પ્રિ-મોન્સૂનની કામગીરી કાગળ પર જોવા મળી હતી.
Advertisement