Amreli Letter Kand મુદ્દે હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિકે શું કહ્યું?
અમરેલીની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાના મામલે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પોલીસ વડાની મુલાકાત કરવા પહોંચ્યા છે. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રજૂઆત કરશે. પાયલ ગોટી પણ જેનીબેન ઠુમ્મરની સાથે ઉપસ્થિત છે સાથે હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક પણ છે.
05:27 PM Jan 13, 2025 IST
|
Hardik Shah
Amreli Letter Kand : અમરેલીની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાના મામલે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પોલીસ વડાની મુલાકાત કરવા પહોંચ્યા છે. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રજૂઆત કરશે. પાયલ ગોટી પણ જેનીબેન ઠુમ્મરની સાથે ઉપસ્થિત છે સાથે હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક પણ છે. પાયલ ગોટી પોલીસ કર્મીઓ વિરુદ્ધ રજૂઆત કરાશે. જેમા રાજ્ય સરકાર દ્વારા SIT બનાવીને તપાસ કરવાની માગણી કરાશે. તેમજ અમરેલી પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલા લીધા છે. ત્યારે હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું છે અમે સ્વતંત્ર તપાસની માગ કરી છે. SP સંજ્ય કોરાટે દીકરીનું સરઘસ કાઢ્યું છે. અમરેલી પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરી તે ગુનો છે. SP સાહેબ સરકાર માટે કામ કરતા હતા અને મહિલાને માર્યું તે ગુનો છે.
Next Article