Jamnagar Corporation : જામનગર મનપામાં હોદ્દેદારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
Jamnagar Corporation : મનપામાં ભવ્ય જીત બાદ હવે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવા મહત્વના હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં જાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નામો નક્કી કરવામાં આવશે. અઢી વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા અનામત જાહેર થતા ભાજપની 30 મહિલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામી છે.
Advertisement
- Jamnagar મનપામાં જીત બાદ હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
- મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદ માટે અનેક દાવેદારો
- જાતિગત સમીકરણો અને આગામી ચૂંટણી આધારે નક્કી થશે નામ
- અઢી વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા અનામત જાહેર કરાયું
- ભાજપમાંથી ચૂંટાયેલી 30 મહિલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
Jamnagar Corporation : મનપામાં ભવ્ય જીત બાદ હવે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવા મહત્વના હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં જાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નામો નક્કી કરવામાં આવશે. અઢી વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા અનામત જાહેર થતા ભાજપની 30 મહિલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામી છે, જેમાં મોનીકા વ્યાસ, તૃપ્તિ ખેતીયા અને નિશા અસ્વારના નામોની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. બીજી તરફ, સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે પાર્થ કોટડીયા અને આશિષ જોશી રેસમાં છે, જ્યારે અમર મોદી, જીતુ સિંગળા અને સંજય મૂંગરાએ પણ આ પદ માટે લોબિંગ શરૂ કર્યું હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


