ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જયસુખ પટેલને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાયો, સાત દિવસના રિમાન્ડ મંજુર

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસના દસમા આરોપી તરીકે જયસુખ પટેલનુ નામ ઉમેરાયાની જાહેરાત થયા બાદ ગઇકાલે જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું. જે બાદ જયસુખ પટેલને કોર્ટ દ્વારા સબજેલ હવાલે કરવામાં આવ્યો હતો જ્યાંથી ગઇકાલે મોડી સાંજે મોરબી પોલીસ દ્વાર જયસુખ પટેલનો કબજો મેળવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ DySP કચેરી ખાતે પ્રાથમિક પુછપરછ હાથ ધરવામાં આવી હતી.જયસુખ પ
06:36 PM Feb 01, 2023 IST | Vipul Pandya
મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસના દસમા આરોપી તરીકે જયસુખ પટેલનુ નામ ઉમેરાયાની જાહેરાત થયા બાદ ગઇકાલે જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું. જે બાદ જયસુખ પટેલને કોર્ટ દ્વારા સબજેલ હવાલે કરવામાં આવ્યો હતો જ્યાંથી ગઇકાલે મોડી સાંજે મોરબી પોલીસ દ્વાર જયસુખ પટેલનો કબજો મેળવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ DySP કચેરી ખાતે પ્રાથમિક પુછપરછ હાથ ધરવામાં આવી હતી.જયસુખ પ
મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસના દસમા આરોપી તરીકે જયસુખ પટેલનુ નામ ઉમેરાયાની જાહેરાત થયા બાદ ગઇકાલે જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું. જે બાદ જયસુખ પટેલને કોર્ટ દ્વારા સબજેલ હવાલે કરવામાં આવ્યો હતો જ્યાંથી ગઇકાલે મોડી સાંજે મોરબી પોલીસ દ્વાર જયસુખ પટેલનો કબજો મેળવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ DySP કચેરી ખાતે પ્રાથમિક પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
જયસુખ પટેલે આખી રાત DySP કચેરીમાં વિતાવી હતી ત્યાર બાદ આજે બપોરે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવાની ચર્ચાઓ સાથે બપોરથી જ મોરબી કોર્ટમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા સાથે જ મૃતક પરિજનો દ્વારા ગઇકાલે કોર્ટ પરિસરમાં રોષ પૂર્વક  સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા જેમાં મૃતક પરિજનોએ પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરી હોય જેને લઈને મૃતક પરિજનો પણ કોર્ટ રૂમમાં હતા.
આરોપી જયસુખ પટેલની સુરક્ષાને લઈને કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ મોડી સાંજે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તપાસનીશ અધિકારી પી. એ.ઝાલા દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ  નામદાર જજ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેથી હવે 7 દિવસ સુધી જયસુખ પટેલ પોલીસ કસ્ટડીમાં રહેશે અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો - મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstjaysukhpatelmorbibridgecollapseMorbiTragedyજયસુખપટેલમોરબીદુર્ઘટનામોરબીપુલદુર્ઘટના
Next Article