Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શમિતા શેટ્ટીની એક શરતના કારણે સંબંધોમાં તિરાડ પડી

ટીવીના ક્લાસી કપલ્સમાંથી એક શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ વચ્ચેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. પછી તરત જ કપ.બિગ બોસ 15 પુરુ થયા બાદ પણ બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી સતત ચર્ચામાં રહે છે. બિગ બોસ દરમિયાન જ રાકેશ બાપટ સાથે તેની નિકટતા વધી હતી. શોના અંત પછી, રાકેશ બાપટ પણ શમિતા શેટ્ટીના પરિવાર સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળ્યો હતો. હાલàª
શમિતા શેટ્ટીની એક શરતના કારણે સંબંધોમાં તિરાડ પડી
Advertisement
ટીવીના ક્લાસી કપલ્સમાંથી એક શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ વચ્ચેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. પછી તરત જ કપ.બિગ બોસ 15 પુરુ થયા બાદ પણ બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી સતત ચર્ચામાં રહે છે. બિગ બોસ દરમિયાન જ રાકેશ બાપટ સાથે તેની નિકટતા વધી હતી. શોના અંત પછી, રાકેશ બાપટ પણ શમિતા શેટ્ટીના પરિવાર સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળ્યો હતો. હાલમાં જ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શમિતા શેટ્ટીએ રાકેશ બાપટ સાથેના તમામ સંબંધો ખતમ કરી દીધા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શમિતા અને રાકેશે ઘણા મુદ્દાઓ પર વિચારણાના અભાવે અલગ થવાનો નિર્ણય લીધો છે. આ વાત સાંભળ્યા બાદ શમિતા શેટ્ટી અને રાકેશ બાપટના ચાહકોમાં હોબાળો મચી ગયો હતો. શમિતા શેટ્ટીએ એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો કે તેમના બ્રેકઅપના સમાચાર માત્ર અફવા છે. હકીકત એ છે કે  સમાચાર શમિતા અને રાકેશ વચ્ચે ઝધડો કઇ બાબતે થયો તે દર્શાવવામાં આવી નથી.
શમિતાની એક શરત પર બંને વચ્ચે થયો ઝઘડો
 બંને વચ્ચે કંઈક તો થઈ રહ્યું હશે જેના કારણે બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યાં હતાં. બંને વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું.થયું એવું કે શમિતા ઈચ્છે છે કે રાકેશ મુંબઈ શિફ્ટ થઈ જાય  પત્ની રિદ્ધિ ડોગરાથી અલગ થયા બાદ રાકેશે પુણેમાં પોતાનો અડ્ડો જમાવ્યો છે. હવે રાકેશ મુંબઈમાં છે તો શમિતાને લાગે છે કે અલગ-અલગ શહેરોમાં રહેવું તેમના સંબંધો માટે યોગ્ય નથી. આ બાબતે બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો. બંનેની આ જીદને કારણે શમિતા-રાકેશે નક્કી કર્યું કે બંને વચ્ચે ઘણી વસ્તુઓ કામ કરતી નથી. એટલા માટે બંને અત્યારે એકબીજાના સંપર્કમાં નથી. શમિતા-રાકેશના ઝઘડામાં કેટલું સત્ય છે તે તો સમય જ કહેશે. બંને વચ્ચેના વિવાદ વચ્ચે પ્રેમની જીત થશે કે કેમ?

શમિતાએ આપ્યો ખુલાસો 
ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને શમિતા શેટ્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેની અને રાકેશ બાપટ વચ્ચે બધુ બરાબર છે. અભિનેત્રીએ લખ્યું, 'અમે અપીલ કરીએ છીએ કે તમે અમારા સંબંધોને લગતી આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો. આમાં કોઈ સત્ય નથી. બધાને ખૂબ પ્રેમ અને દરેકને સાચી દિશા મળે. શમિતા બાદ રાકેશ બાપટે પણ આવી જ રીતે બ્રેકઅપના સમાચાર પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો છે.
શમિતા શેટ્ટી અને રાકેશ બાપટના લગ્ન જલ્દી થઈ શકે 
તમને જણાવી દઈએ કે બિગ બોસ 15 સમાપ્ત થતાની સાથે જ ચાહકો રાહ જોઈ રહ્યા છે કે શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ ક્યારે તેમના લગ્નની જાહેરાત કરશે? બંનેના લગ્ન સાથે જોડાયેલા સમાચાર અવારનવાર સામે આવે છે. તાજેતરમાં રાકેશ બાપટ એક રેસ્ટોરન્ટમાં શમિતા શેટ્ટી અને તેની માતા સાથે જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં લોકો એવું પણ અનુમાન કરવા લાગ્યા કે શમિતા અને રાકેશે ધીમે ધીમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Advertisement
Tags :
Advertisement

.

×