ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

T20 વર્લ્ડ કપ પહેલા શિખર ધવનને મળી સૌથી મોટી જવાબદારી

ભારતે વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા ત્રણ વનડે રમવાની છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) લાંબા વર્લ્ડ કપ પ્રવાસ પહેલા ખેલાડીઓના આરામને લઈને સાવધાન થઈ ગયું છે. તેથી, ફરી એકવાર શિખર ધવનને ભારતીય ટીમનું નેતૃત્વ સોંપવામાં આવશે અને રોહિત શર્મા સહિત વર્લ્ડ કપ માટે જઈ રહેલા તમામ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે. સાથે જ કોચિંગની જવાબદારી વીવીએસ
05:53 AM Sep 12, 2022 IST | Vipul Pandya
ભારતે વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા ત્રણ વનડે રમવાની છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) લાંબા વર્લ્ડ કપ પ્રવાસ પહેલા ખેલાડીઓના આરામને લઈને સાવધાન થઈ ગયું છે. તેથી, ફરી એકવાર શિખર ધવનને ભારતીય ટીમનું નેતૃત્વ સોંપવામાં આવશે અને રોહિત શર્મા સહિત વર્લ્ડ કપ માટે જઈ રહેલા તમામ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે. સાથે જ કોચિંગની જવાબદારી વીવીએસ
ભારતે વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા ત્રણ વનડે રમવાની છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) લાંબા વર્લ્ડ કપ પ્રવાસ પહેલા ખેલાડીઓના આરામને લઈને સાવધાન થઈ ગયું છે. તેથી, ફરી એકવાર શિખર ધવનને ભારતીય ટીમનું નેતૃત્વ સોંપવામાં આવશે અને રોહિત શર્મા સહિત વર્લ્ડ કપ માટે જઈ રહેલા તમામ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે. સાથે જ કોચિંગની જવાબદારી વીવીએસ લક્ષ્મણ પર રહેશે.
ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી બેટ્સમેન શિખર ધવન દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોએ ANIને આ માહિતી આપી છે. ધવનને સુકાનીપદ સોંપવા પાછળનું સાચું કારણ સામે આવ્યું છે. સૂત્રએ જણાવ્યું કે, T20 વર્લ્ડ કપમાં જનારા ખેલાડીઓને આ સમયગાળા દરમિયાન આરામ આપવામાં આવશે અને શિખર ધવન ભારતીય ટીમની કમાન સંભાળશે. જણાવી દઈએ કે, ICC T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાવાનો છે. 

આ પહેલા ભારતીય ટીમે 28 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ સિવાય જાણવા મળ્યું છે કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ODI શ્રેણી દરમિયાન ભારતીય ટીમ સાથે રહેશે નહીં. દ્રવિડની ગેરહાજરીમાં એનસીએ પ્રમુખ વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળશે.
ભારત-દક્ષિણ આફ્રિકા T20 આંતરરાષ્ટ્રીય સમયપત્રક
28 સપ્ટેમ્બર 2022 - પહેલી T20 - તિરુવનંતપુરમ
2 ઓક્ટોબર 2022 - બીજી T20 - ગુવાહાટી
4 ઓક્ટોબર 2022 - ત્રીજી T20 - ઈન્દોર
નોંધ - તમામ T20 આંતરરાષ્ટ્રીય મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
ભારત-દક્ષિણ આફ્રિકા ODI સિરીઝ શેડ્યૂલ
6 ઓક્ટોબર 2022 - પહેલી ODI - લખનૌ
9 ઓક્ટોબર 2022 - બીજી ODI - રાંચી
11 ઓક્ટોબર 2022 - ત્રીજી ODI - દિલ્હી
નોંધ - તમામ ODI મેચો IST બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
જણાવી દઈએ કે, ભારતની ત્રણ મેચોની વનડે શ્રેણી 6 ઓક્ટોબરથી રમાશે અને 11 ઓક્ટોબરે સમાપ્ત થશે. જોકે, છેલ્લી ODIના માત્ર છ દિવસમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમશે. આથી, ભારતની T20 WC ટીમ પરિસ્થિતિઓ અને સમય ઝોનને અનુરૂપ બનવા માટે 10 ઓક્ટોબર સુધીમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. તેથી બોર્ડે ODI શ્રેણી માટે સંપૂર્ણપણે અલગ ટીમ બનાવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - ટૂર્નામેન્ટની સૌથી નબળી ટીમ શ્રીલંકા કેવી રીતે બની એશિયા કપની વિજેતા? ફાઈનલમાં પાક.ની ખોલી પોલ
Tags :
captainCricketGujaratFirstINDvsSAODIShikharDhawanSportst20worldcupt20worldcup2022TeamIndia
Next Article