મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના કરવા હલચલ તેજ, શિંદે મુંબઇ આવશે
મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને હલચલ વધી ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ ગૃહ મંત્રી અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા છે તો એકનાથ શિંદે ગમે તે સમયે મુંબઇ આવી શકે છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ગુવાહાટી હોટલની બહાર પ્રેસને સંબોધતા કહ્યું કે તેઓ ટૂંક સમયમાં મુંબઈ જશે. તેમણે કહ્યું કે અમે શિવસેનામાં છીએ અને પાર્ટીને શિવસેના આગળ લઈ જઈશું. તેમણે વધુમાં કહ્યું કે કેસરકર તમને અમારા આગ
09:42 AM Jun 28, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને હલચલ વધી ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ ગૃહ મંત્રી અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા છે તો એકનાથ શિંદે ગમે તે સમયે મુંબઇ આવી શકે છે.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ગુવાહાટી હોટલની બહાર પ્રેસને સંબોધતા કહ્યું કે તેઓ ટૂંક સમયમાં મુંબઈ જશે. તેમણે કહ્યું કે અમે શિવસેનામાં છીએ અને પાર્ટીને શિવસેના આગળ લઈ જઈશું.
તેમણે વધુમાં કહ્યું કે કેસરકર તમને અમારા આગામી પગલા વિશે જાણ કરશે. અમે હિન્દુત્વના મુદ્દાને આગળ લઈ જઈ રહ્યા છીએ. અહીં જે પણ 50 લોકો છે, તે બધા પોતાની મરજીથી આવ્યા છે. હિન્દુત્વની ભાવનાથી આવ્યા છે. જે લોકો દાવો કરી રહ્યા છે કે 20 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, તેમને જાહેર કરવા જોઈએ. કોઈ ખોટી માહિતી આપશો નહીં.
આ તરફ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગૃહ મંત્રી અમિત શાહને મળવા દિલ્હી પહોંચી ગયા છે.
મહારાષ્ટ્રમાં રાજકીય યુદ્ધની વચ્ચે મળેલી માહિતી મુજબ પ્રહાર પાર્ટીના બે ધારાસભ્યો આગામી 2 દિવસમાં મહા વિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રહાર પાર્ટી આ મામલે રાજભવન પાસેથી સમય લેવાની તૈયારી કરી રહી છે. બંને ધારાસભ્યો હાલમાં શિંદે જૂથ સાથે ગુવાહાટીમાં છે.
ઉદ્ધવ સરકારના પતન માટેની તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે. કેટલાક અપક્ષ ધારાસભ્યો અને પ્રહાર પાર્ટીના કેટલાક સભ્યો જે શિંદે જૂથની સાથે છે તેઓ આજે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખી શકે છે જેમાં તેઓ મહાવિકાસ અઘાડી સરકારને સમર્થન પરત ખેંચી રહ્યા હોવાનું જણાવશે.
પહેલા એવા અહેવાલો પણ આવ્યા હતા કે ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ સાથે અને દિલ્હીમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે વાત કરી હતી. જો કે શિવસેનાએ આ અહેવાલોને ફગાવી દીધા હતા.
Next Article