પવારની વિનંતી પર ભાજપ દ્વારા ઉમેદવાર પાછા ખેંચવાનો મામલો, કોંગ્રેસે કહ્યું પવારે કરી ડીલ
MNS વડા રાજ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવારની વિનંતીને પગલે, ભાજપે અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે તેના ઉમેદવારને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો. જે બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે આ સીટ જીતવાનો રસ્તો આસાન બની ગયો. મહારાષ્ટ્ર કોંગ્રેસે આ ઘટનાક્રમને અણધાર્યો ગણાવ્યો છે. મહારાષ્ટ્ર (Maharastra) કોંગ્રેસે આ મામલે શરદ પવાર પર ગંભીર આક્ષેપ કર્યા છે.પીસીસી ચીફ નાના પટોલેએ આક્ષેપ કર્યો છે કે શરદ
09:09 AM Oct 18, 2022 IST
|
Vipul Pandya
MNS વડા રાજ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવારની વિનંતીને પગલે, ભાજપે અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે તેના ઉમેદવારને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો. જે બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે આ સીટ જીતવાનો રસ્તો આસાન બની ગયો. મહારાષ્ટ્ર કોંગ્રેસે આ ઘટનાક્રમને અણધાર્યો ગણાવ્યો છે. મહારાષ્ટ્ર (Maharastra) કોંગ્રેસે આ મામલે શરદ પવાર પર ગંભીર આક્ષેપ કર્યા છે.પીસીસી ચીફ નાના પટોલેએ આક્ષેપ કર્યો છે કે શરદ પવારની ભાજપને સલાહ એક ડીલ છે. અને આ ડીલ બીસીસીઆઇ સાથે જોડાયેલી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસે કઇ ડિલનો આક્ષેપ કર્યો ?
મહારાષ્ટ્ર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે શરદ પવારે ભાજપને તેના ઉમેદવાર( Candidate) પાછા ખેંચવા કહ્યું કારણ કે તેમની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ખજાનચીની નિમણુંકને લઈને ભાજપ સાથે ડીલ થઇ છે. . નાના પટોલેએ કહ્યું કે એનસીપીના વડાએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચૂંટણી માટે મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલાર સાથે હાથ મિલાવ્યા છે. શેલાર પવાર પેનલની મદદથી BCCI કોષાધ્યક્ષના પદ માટે ચૂંટણી લડી રહ્યા છે.
નાના પટોલેએ કહ્યું કે હાલમાં એમસીએની ચૂંટણીઓ ચાલી રહી છે જ્યાં પૈસાનો ખેલ ચાલી રહ્યો છે. બંને નેતાઓ રાજ ઠાકરે અને શરદ પવારે ભાજપને તેમના ઉમેદવાર પાછા ખેંચવા કહ્યું. આ પહેલા ત્રણ પેટાચૂંટણીઓ યોજાઈ હતી અને ભાજપે પીછેહઠ કરી ન હતી. પરંતુ અચાનક આ બંને નેતાઓએ માંગ કરી અને ભાજપ ચૂંટણીમાંથી ખસી ગયું,તે કેવી રીતે થયું ?
પટોલેના દાવા પર NCPએ શું કહ્યું ?
નાના પટોલેએ દાવો કર્યો કે અંધેરી પૂર્વમાં ભાજપ માટે ચૂંટણી જીતવી ખુબજ કઠીન હતી.. પવાર અને રાજ ઠાકરેએ ભાજપને તેના ઉમેદવાર પાછા ખેંચવા માટે બહાનું આપ્યું છે. NCP નેતા મહેશ તાપસીએ કહ્યું, "અમે સમજી શકતા નથી કે અંધેરી પૂર્વ પેટાચૂંટણીનો અમારા પાર્ટી પ્રમુખનો એમસીએ કે પછી બીસીસીઆઇ ઇલેક્શનમાં શામેલ થવા સાથે કઇ રીતે સંબંધ હોઇ શકે.
Next Article