ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિંબલપાણી PHCની લાઈટ કપાઈ, માર્ચ 2022થી આજ દિન સુધીનું વિજળી બીલ બાકી

ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું (Gujarat) નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે આ જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળે છે.બનાસકાંઠા àª
02:23 PM Jan 31, 2023 IST | Vipul Pandya
ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું (Gujarat) નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે આ જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળે છે.બનાસકાંઠા àª
ગુજરાત રાજ્યની ગણના વિકાસશીલ રાજ્ય તરીકે થાય છે. સમગ્ર દેશમાં ગુજરાતનું (Gujarat) નામ પડે ત્યારે લોકો ગુજરાતને અને ગુજરાતની અંદર આવેલી વિવિધ સુવિધાઓને સુંદર રીતે જોતા હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ હોય છે. ગુજરાતની અંદર 33 કરતાં વધુ જિલ્લાઓ આવેલા છે અને આ તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લો સરહદી જિલ્લો તરીકે ઓળખાય છે આ જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળે છે.
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. દાંતા તાલુકામાં નાના-મોટા 200 જેટલા ગામો આવેલા છે આ વિસ્તારમાં રહેતા લોકોને સારવાર માટે સરકાર દ્વારા હોસ્પિટલ શરૂ કરાયા છે તો બીજી તરફ આ તાલુકામાં આવેલા ગામોમાં પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આવા સારવાર કેન્દ્રમાં લોકો આવીને સારવાર કરાવે છે.
સિંબલપાણી PHCનું વીજ કનેક્શન કપાયું
દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં અંબાજી ગબ્બર પાછળ આવેલું સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ અંદાજે એક મહિનાથી કપાઈ ગઈ છે. આ વિસ્તારમાં રહેતા લોકો લાઈટ વિના સારવાર કરાવવા માટે જાય છે ત્યારે તેમની સારવાર તો થાય છે પણ લાઈટ ના અભાવે લેબોરેટરી થતી નથી.
એક મહિનાથી લાઈટ નથી
સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્ર ગબ્બર પાછળ અંતરિયાળ વિસ્તારમાં આવેલું સારવાર કેન્દ્ર છે. આ સારવાર કેન્દ્ર આસપાસના 22 જેટલા ગામોના લોકોને ઉપયોગી થાય છે. રાત્રિના સમયે કે દિવસ દરમિયાન કંઈ પણ કોઈ દર્દીને બતાવવું હોય તો તે આ સારવાર કેન્દ્રમાં જઈને ત્યાં આગળ પોતાની તકલીફો બતાવીને સારવાર કરાવી શકે છે. પરંતુ નવાઈ ની વાત એ છે કે છેલ્લા એક મહિનાથી સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની લાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી છે.
માર્ચ 2022થી વીજબીલ ભરાયું નથી
અહીં લાઇટ તો છે પણ વીજ કનેક્શન કપાઈ ગયું છે અને વીજ કનેક્શન કપાવવાનું મુખ્ય કારણ માર્ચ 2022 થી આજદિન સુધીના નાણા જીઈબી કચેરીએ ભરવામાં આવ્યા નથી.સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રમા સ્ટાફ ફરજ બજાવવા આવે છે પરંતુ લાઈટ બંધ હોવાના કારણે અહીં આવેલી લેબોરેટરીમાં દર્દીઓના રિપોર્ટ થતા નથી અને દર્દીઓને આ બાજુ વિરમપુરને આ બાજુ અંબાજી તરફ જવું પડતું હોય છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરીને સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રમા સ્ટાફને પડતી અગવડતા અને લોકોને પડતી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
મેડિકલ ઓફિસર કાયમી નથી
સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્ર મા મેડિકલ ઓફિસરની પોસ્ટ તો ઉભી કરવામાં આવી છે પરંતુ અહીં છેલ્લા કેટલાય સમયથી ચાર્જ દ્વારા જ મેડિકલ ઓફિસર નો વહીવટ થાય છે. આસપાસના ગામોના લોકોની મુખ્ય માંગ છે કે અહીં કાયમી મેડિકલ ઓફિસર મૂકવામાં આવે. આ સારવાર કેન્દ્રમાં નર્સ ફાર્માસિસ્ટ, પ્યુન સહિતનો સ્ટાફ હાજર હોય છે પરંતુ લાઈટ વિના તેમને પણ તકલીફ પડી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અહીં તાત્કાલિક મેડિકલ ઓફિસરની પોસ્ટ ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. સોમવારના દિવસે અહીં ઓપીડી 70 કરતાં વધુ લોકો આવતા હોય છે અને મંગળવાર થી શનિવાર સુધી રોજના 30થી વધુ લોકો અહીં સારવાર માટે આવે છે ત્યારે સિંબલપાણી પ્રાથમિક સારવાર કેન્દ્રનું તાત્કાલિક સરકાર દ્વારા ભરવામાં આવે અને વીજ પુરવઠો શરૂ કરવામાં આવે.
02/03/2022 બાદ લાઇટ બીલ ભરવામાં આવ્યુ નથી
અંબાજી યુજીવીસીએલ ઓફિસથી મળતી માહિતી પ્રમાણે સિંબલપાણી પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્રનું લાઈટ બિલ 2 માર્ચ 2022 બાદ ભરવામાં આવ્યું નથી. 31 જાન્યુઆરી 2023 સુધી આ આરોગ્ય કેન્દ્રનું લાઈટ બિલ ₹18,203 રૂપિયા બાકી નીકળે છે.
આ પણ વાંચો - રાજ્યના આ શહેરમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ પર ફેંકાઈ શાહી, કારણ ચોંકાવી દેશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiGujaratFirstHealthdepartmentPowerCutSimbalpaniPHCઅંબાજીપાવરકટવીજબીલસિંબલપાણી
Next Article